* ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર *

◼️સાંધવમાં યુવકને માર મારતા નિપજયું મોત…છેડતીની આશંકાએ યુવકને માર્યો ઢોર માર…૪ ઈસમો સામે હત્યાની કલમો તળે ફરિયાદ…આરોપીઓની અટક કરવા આદરાઈ તજવીજ…કોઠારા પોલીસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી…

 

◼️કચ્છમાં અપમૃત્યુના બનાવમાં બેના મૃત્યુ…મોમાયમોરામાં યુવતિ કૂવામાં ડુબી જતા મોત… લાકડીયામાં નદીમાં પડતા યુવાનનું થયું મૃત્યુ…

 

◼️ગાંધીધામ સમીપે વરસાદી ઝાપટું…ગ્રહણના ઓછાયા વચ્ચે વરસાદ…મૌસમી વિષમતાથી બેવડી ઋતુનો અનુભવ…

 

◼️વાડાપદ્ધરમાં પરપ્રાંતીય શખ્સ સાથે કરાઈ લૂંટ…નકલી પોલીસ બની ૩૦ હજાર પડાવી લેવાયા… જખૌ પોલીસે નિવેદન નોંધી હાથ ધરી તપાસ…

 

◼️શ્વેતરણમાં યોજાશે જી-ર૦ આંતરરાષ્ટ્રીય સમિટ…આયોજન માટે કેન્દ્રિય ટીમનો કચ્છમાં પડાવ…ધોરડો ખાતે ૩ દિવસ સુધી આયોજન સમીક્ષા…

 

◼️રાપર પાસે નર્મદાની પેટા કેનાલમાં ગાબડું…હજારો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યું… ખેડૂતોના ઉભા પાકમાં વ્યાપક નુકસાની…મોડી રાત્રે ગાબડું પડતા જમીનનું ધોવાણ…તંત્ર દ્વારા સમારકામ કરવામાં આળસતા…

 

◼️ચૂંટણી અન્વયે આઈટીની ૯ ટીમો સક્રિય…મોટા નાણાકીય વ્યવહારો પર રખાશે નજર…શંકાસ્પદ ગતિવિધિઓ પર કરાશે તપાસ…

 

◼️કચ્છમાં ચૂંટણી માટે ઈવીએમની ફાળવણી…ચૂંટણી માટે ૪૯૯૮ ઈવીએમનો થશે ઉપયોગ…૨૭૬૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે…૩૩૧ ઈવીએમ રાખવામાં આવશે અનામત…

 

◼️મુંદરામાં વાહનોનો ફિટનેશ કેમ્પ યોજાયો…આરટીઓ દ્વારા કેમ્પનું કરાયું આયોજન…૧૩૦ જેટલા વાહનોના ફિટનેશની ચકાસણી…

 

◼️આપ પાર્ટી દ્વારા વધુ ૭ ઉમેદવારોની જાહેરાત…અંજાર બેઠક પર ઉમેદવારના નામની ઘોષણા…પાર્ટીએ અત્યાર સુધી ૧૧ યાદી કરી જાહેર…

 

◼️માંડવી તાલુકાના યુવાનો આપમાં જાેડાયા…મુંદરા જનસંપર્ક કાર્યાલયમાં પહેર્યો ખેસ…પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને કર્યું જાેડાણ…

 

◼️ભુજમાં કોંગ્રેસમાં રાજીનામા બાદ ગરમાગરમી…કચ્છના બે આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જાેડાયા…પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કર્યું જાેડાણ…

 

◼️ચૂંટણીને લઈને રાપર પોલીસ બની સજ્જ…ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયું પેટ્રોલિંગ…બુથો, સંવેદનશીલ વિસ્તારોમાં તપાસણી…અટકાયતી પગલા સહિત કરાઈ કામગીરી…

 

◼️ચૂંટણી તારીખો જાહેર થતા પક્ષો એક્શનમાં…ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરા માટે નવી પ્રક્રિયા…ભુજમાં અગ્રેસર ગુજરાત કેમ્પેનનો પ્રારંભ…વિવિધ વિસ્તારોમાં મુકાશે ખાસ સુચન પેટી…લોકોના અભિપ્રાયો દિલ્હી સુધી પહોંચાડાશે…

 

◼️કચ્છ લાઈફ કેર દ્વારા વધુ એક સોપાન…નખત્રાણાને મળી સુવિધા સભર હોસ્પિટલ…અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલ શરૂ…લોકોને સ્થાનિકે જ મળશે સારી સુવિધા…સંતો – મહંતો સહિતના રહ્યા ઉપસ્થિત …

 

◼️ભુજમાં તુલસી વિવાહની કરાઈ ઉજવણી…સ્વામિનારાયણ મંદિરે થયું ભવ્ય આયોજન…મંડપારોપણ,ગૃહશાંતિ સહિત યોજાયા પ્રસંગો…વિવિધ વિસ્તારોમાં ફરી ઠાકોરજીની યાત્રા…

 

◼️ગાંધીધામમાં તુલસી વિવાહની થઈ ઉજવણી…આશાપુરા મંદિરે યોજાયા વિવિધ કાર્યક્રમો…કલાકારોએ દાંડીયારાસમાં બોલાવી રમઝટ…બહોળી સંખ્યામાં યુવાનો,કાર્યકરો જાેડાયા…

 

◼️ભુજના ગુરૂદ્વારામાં પ્રકાશ પર્વની ઉજવણી…કિર્તન,કથા, લંગર સહિત યોજાયા કાર્યક્રમો…બહોળી સંખ્યામાં અનુયાયીઓ રહ્યા ઉપસ્થિત…

 

◼️અંતરજાળમાં કથા મંડપ બન્યું ગોકુળિયું…ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી…નંદ ઘેર આનંદ ભયો..નાદ સાથે વધામણા…કથાવક્તાએ કૃષ્ણ પ્રાગટ્યનું કર્યું વર્ણન…