અમદાવાદના તમામ ગુરુદ્વારમાં શ્રી ગુરૂનાનક દેવજીનાં પ્રકાશપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
જીએનએ અમદાવાદ: મંગળવારના શ્રી ગુરૂનાનક દેવજીની જન્મ જયંતી જે પ્રકાશપર્વ તરીખે ઉજવાય છે, આ પાવન અવસરની સમગ્ર વિશ્વમાં ખૂબજ શ્રધ્ધા અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ પર્વ નિમિત્ત અમદાવાદનાં તમામ ગુરૂદ્વારામાં સવારનાં ૪ કલાક થી કિર્તન સમાગમ અને સમગ્ર સંગત ત્યાં માથું ટેકવીને ગુરૂના શુભાશિષ લેતા જોવા મળ્યા હતા સાથે તમામ ગુરૂદ્વારામાં લંગરની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તમામ ભકતો પ્રસાદી લઇ રહયા છે, આ અવસર પર તમામ ભકતો કિર્તન સમાગમ નો લાભ મોડીરાત સુધી લઇ શકશે અને સમગ્ર ગુરૂદ્વારાને ફુલોથી સણગારવામાં આવેલ સાથે ભારતનાં રાગીજથ્થાઓ જે સમગ્ર ભારતમાં કિર્તન કરે છે તે આ કિર્તનને વધુ ભકિતમય બનાવશે સાથે તમામ
સંગત ગુરૂદ્વારા માં ભેગા થઇને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી, આ પ્રકાશપર્વ પર “શીખ ફોઉન્ડશન’’
ગુજરાતના પ્રમુખ પરમજીત કૌર છાબડા એ સમગ્ર ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ગુરૂનાનક દેવજી ના સંદેશા માં મનુષ્ય જાતિ એકજ છે તે સર્વોપરી છે તે સંદેશા પર આપણે ચાલીને આપણા જીવનને સફળ કરીએ. આ પાવન અવસર નિમિત્તે શ્રી ગુરૂનાનક દેવજીનાં પ્રકાશપૂરવને સમર્પિત “ શીખ ફોઉન્ડેશન’’ ગુજરાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદનાં બધા ગુરૂદ્વારા પર બ્લડ ડોનેશન કરવામાં આવ્યું જે સવારથી રાત સુધી ચાલ્યું હતું જેમાં અંદાજે ૫૦૦ થી ૮૦૦ બ્લડ ડોનેશનનું લક્ષ્ય રાખવામાં આવેલ છે.