સાણંદ પો.સ્ટે. ખાતે દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરીએ મહીલાના વેશમાં સુકાનમાં પ્રવેશી ચોરી કરનાર આરોપી સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરતી સાણંદ પોલીસ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવાં તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધવાની સુચના અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી વી.ચંન્દ્રશેખર સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ તથા સાણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભાષ્કર વ્યાસ સાહેબનાઓએ આપેલ હોય, જે આધારે સાણંદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧ ૯૨૦૫૦૨૨૦૪૬૯ા૨૦૨૨ ઈપીકો કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર. એ. જાદવ સાણંદ પો.સ્ટે.નાઓએ સર્વેલન્સ પો.સ.ઇ. શ્રી જી. કે. ચાવડા નાઓને સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસથી આ ગુનો શોધવા જરૂરી માર્ગદર્શન આપેલ. આ દરમિયાન આજરોજ હે.કો. નીરંજનભાઇ ગોવિંદભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે નીચે જણાવેલ આરોપીઓને આ ગુનાના કામે ચોરીએ ગયેલ કુલ-૧૧ એલ.ઈ.ડી. ટીવી કિં.રૂ.૭૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે. ૪ આરોપીઓના નામ-સરનામાં:
(૧) કનુભાઇ ઉર્ફે કેડી વજુભાઇ ઠાકોર ઉ.વ.૪૨, રહે. મારૂ ફળી, રાજુભાઇ ખોજાના મકાનમાં, સાણંદ
(૨) રાહુલ કિશોરભાઇ ઠાકોર રહે.ઉ.વ.૨૩, રહે. કુબેરભાઇની લાટીમાં, વિષ્ણુભાઇના મકાનમાં, સાણંદ
(૩) મહેશભાઇ ગોરધનભાઇ ઠાકોર ઉ.વ.૩૦ રહે. સદર
૪ કબજે કરેલ મુદ્દામાલ:
(૧) યોગા એસેમ્બલ ૪૦” એલ.ઈ.ડી. ટી.વી.-૦૨ કિં.રૂ.૧૪,૦૦૦/ (૨) સોનેક્ષ એસેમ્બલ ૩૨” એલ.ઈ.ડી. ટી.વી.-૦૨ કિં.રૂ.૧૨,૦૦૦/
(૩) સોની અને એસ.ઓ. એસેમ્બલ ૩૨” એલ.ઈ.ડી. ટી.વી.-૦૨ કિં.રૂ.૧૬,૦૦૦/ (૪) વિડિયોકોન ૩૨” એલ.ઈ.ડી. ટી.વી. કિં.રૂ.૪,૦૦૦/
(૫) સેમસંગ ૩૨” એલ.ઈ.ડી. ટીવી. કિં.રૂ.૧૦,૦૦૦/
(૬) હાઇસેન્સ ૩૨” એલ.ઈ.ડી. ટીવી.-૦૨ કિં.રૂ.૪,૦૦૦/ (૭) સેમસંગ ૩૨” એલ.ઈ.ડી. ટીવી. કિં.રૂ.૬,૦૦૦/
(૮) મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૬,૦૦૦/- કિં.રૂ.૭૨,૦૦૦/
• શોધાયેલ ગુનો :
સાણંદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૫૦૨૨૦૪૬૯/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૪૧૧, ૧૧૪
૪ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ :
(૧) કનુભાઇ ઉર્ફે કેડી વજુભાઇ ઠાકોર વિરૂધ્ધમાં (૧) સાણંદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૫૦૨૧૦૧૫૯ ૨૦૨૧ ઈપીકો. ૪૬૧, ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ તથા
(૨) રાહુલભાઇ કિશોરભાઇ ઠાકોર વિરૂધ્ધમાં સાણંદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૫૦૨૨૦૩૯૫/૨૦૨૨ પ્રોહી. એક્ટ કલમ-૬૫,(એ) (એ) મુજબના ગુનાઓ દાખલ થયેલ છે.
•સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :- શ્રી આર.એ.જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર પો.સ.ઇ. શ્રી જી. કે. ચાવડા, તથા અ.હે.કો. નિરંજનભાઇ, પ્રહલાદસિંહ, તથા પો.કો. ભરતભાઇ, હરપાલસિંહ, કિરીટસિંહ, જય વિજયસિંહ