*એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા*
દેશમાં ઘણી જગ્યાઓ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ ઇન્કમ ટેક્સ વિભાગને મોટી સફળતા મળી છે. આઇટી વિભાગે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીઓ પાસેથી 62 કરોડ રુપિયા રોકડા જપ્ત કર્યા છે. ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના 42 સ્થળો પર દરોડા
*
*સરકાર ઝૂકી, સી-પ્લેનનુ ભાડું ઘટાડી 1500 કરાયું*
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનની મુસાફરી સિંગલ-વેનું ભાડું 4,800 રખાયું હતું. જોકે, ચૌ તરફ ટીકા થતા આખરે રાજ્ય સરકારે ભાડાના દર ઘટાડ્યા. રાજ્ય સરકારે સી-પ્લેનના ઊંચા દરના લઈને થયેલા ઉહાપોહને પગલે ઘટાડો કરીને હવે 1,500 રૂપિયા કર્યુ છે.
*
*ટૂરિઝમ ક્ષેત્રે ગુજરાત દેશમાં 12 ક્રમે*
ગુજરાત રાજ્ય વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં રાજ્ય નિષ્ફળ રહ્યું છે. કેન્દ્રીય ટૂરિઝમ વિભાગના માર્કેટ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડયા છે. તે પ્રમાણે 2019માં ગુજરાતમાં 5,95,607 વિદેશી પર્યટકો આવ્યા હતા.2019માં અન્ય રાજ્યોની સરખામણીએ જોઇએ તો વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત 12મા સ્થાને છે.
*
*સુરતમાં શરદ પુનમમાં ખવાતા બુસ્ટર પૌંવાની એન્ટ્રી*
ઈમ્યુનીટી બુસ્ટર ટેસ્ટના પૌંવાની એન્ટ્રી થઈ ગઈ છે. શરદ પુનમમમાં ફ્વેવર્ડ પોંવાની બોલબાલા છે. અત્યાર સુધી એકાદ ડઝન જેટલા ફ્લેવર્ડના પૌંવા વેચાતા હતા જેમાં હવે ઈમ્યુનીટી બુસ્ટર પૌંવાનો પણ ઉમેરો થયો છે. ઈમ્યુનીટી બુસ્ટર બોર્નવીટા મિક્સ ફ્રુટ રોઝ ગ્વાવા ચોકલેટ બટર સ્કોચ બદામ-પિસ્તા આઈસ્ક્રીમ આફુસ મેંગો રાજભોર પાઈનેપલ કેસર બદામ પિસ્તા વેનિલા રાસ્પબરી કસાટા કેસર કેરેમલ સ્ટ્રોબેરી ફ્રેશ લીચી રાસ્પબરી કોફી આલ્મન્ડ શરદ ઋતુમાં શરીરમાં થતા પિત્ત પ્રકોપને શાંત કરવા દુધ પૌંવાનું મહત્વ છે.
*
*કોંગ્રેસના ઉમેદવારને 25 લાખ મોકલનારની ઓફિસ પર દરોડા*
ભરૂચ ટોલનાકા પરથી તપાસ દરમ્યાન એલસીબી દ્વારા એક કારમાંથી બે શખ્સોને 25 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા સુરતના બંને શખ્સોની કરેલી પૂછપરછ દરમ્યાન આ રોકડ રકમ સરથાણા વિસ્તારના બિલ્ડરના ત્યાંથી લઈ કરજણ ખાતેના કોંગ્રેસના પેટાચૂંટણીના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવા માટે જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી રિવેરા એટલાન્ટિસ નામના બાંધકામ પ્રોજેક્ટની ઓફિસ પર દરોડા
*
*ડેપ્યુટી CM પર ચપ્પલ ફેંકનાર ભાજપી નીકળ્યો*
ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કરજણ બેઠક કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરાકાષ્ઠાએ પહોંચી રહેલા પ્રચાર વચ્ચે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કરજણના કુરાલી ગામમાં ચપ્પલનો ઘા કરવાની બનેલી ઘટનાએ રાજકીય મોરચે ખળભળાટ મચાવી મૂક્યો છે. પોલીસે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
*
*ક્લાર્ક રમેશ હરિભાઈ મજેઠીયા લાંચ લેતા ઝડપ્યો*
રાજકોટમાં નશાબંધી અને આબકારી ખાતાનો ક્લાર્ક રમેશ હરિભાઈ મજેઠીયા 2 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી પાસે રીન્યુ થયેલા હેલ્થ પરમિટ આપવા 6 હજારની લાંચ માગી હતી.
*
*સ્વનિર્ભર શાળાના સંચાલકોએ બાંયો ચડાવી*
સરકારે આરટીઇ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં પણ 25 ટકાનો કાપ કર્યો છે. ત્યારે સરકારના આ નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિરોધ દર્શાવ્યો છે. આરટીઇના વિદ્યાર્થીઓની ફી રાજ્ય સરકાર ભરતી હોય છે. પરંતુ હવે કાપ મુક્યા બાદ સરકાર સંપૂર્ણ ફી ખાનગી શાળાઓને નહીં ચૂકવે.
*
*જ્ઞાનગંગા હાઇસ્કૂલે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે બોલાવ્યા*
વાંકાનેરની જ્ઞાનગંગા હાઇસ્કૂલે સરકારના નિયમોની ઐસીતૈસી કરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે બોલાવતા વિવાદ સર્જાયો છે વિદ્યાર્થીઓના નિવેદનો લઇ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
*લદ્દાખને ચીનનો ભાગ દર્શાવવાનો વિવાદમાં ટ્વિટરનો જવાબ અપર્યાપ્ત*
થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં યુઝર્સ ટ્વીટરથી નારાજ છે. ટ્વિટર પર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવતા લોકો અચંબામાં પડી ગયા છે
*
*કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ*
તેમણે ટ્વીટરના માધ્યમે આ વાતની જાણકારી આપી હતી. તેમણે સલાહ આપી કે જે પણ તેમના સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવે
*
*BJPએ રાહુલ ગાંધી વિરુદ્ધ ECને કરી ફરિયાદ*
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પહેલા ચરણની 71 સીટ પર મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈને કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટ પર વિવાદ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ બિહારની જનતાને શુભેચ્છાઓ આપતા લોકોને એક ખાસ અપીલ કરી છે. ભાજપએ રાહુલ ગાંધીના નિવેદન પર ચૂંટણી આયોગને ફરિયાદ કરી છે.
*
*સુરતમાં ગંદા પાણીને શુદ્ધ કરવા પમ્પીંગ સ્ટેશન સ્ટેશન કાર્યરત*
11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1173 એમ.એલ.ડી. અને 60 સુએઝ પમ્પીંગ સ્ટેશન દ્વારા 2038.50 એમ.એલ.ડી પાણી શુદ્ધ કરાય છે. 99.50 ટકા વસ્તીને વસતિને સુઆયોજિત સુએજ સીસ્ટમથી આવરી લેવામાં આવીમહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત ભુર્ગભ ગટર વ્યવસ્થા મારફતે શહેરમાંથી ઉત્પન્ન થતા ગંદા પાણીનું એકત્રિકરણ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરવામાં આવે છે.
*
*રૂપાણીના પત્ની અંજલીબેન પણ આવ્યા મેદાને*
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠ બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપની સ્થિતિ નબળી છે. જે બેઠકની સ્થિતિ નબળી છે તેમા ધારી, મોરબી અને કરજણનો સમાવેશ થાય છે. જેથી આ બેઠક પર સીએમ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે ધારી બેઠક પર પૂર્વે પ્રમુખ જીતુ વાઘાણીને છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતાર્યા છે. સીએમ રૂપાણીના વિશ્વાસુ ધનસુખ ભંડેરીને ધારી, સીએમ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને મોરબી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને કરજણ બેઠક પર જીતની જવાબદારી સોંપવામાં આવી છે.
*
*સુરત શાકભાજીની લારીઓ હટાવતા થયો હોબાળો*
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા ગયેલી ટીમ અને શાકભાજીની લારીવાળા ફેરિયા વચ્ચે હોબાળો થયો હતો. દબાણ હટાવવા આવેલી પાલિકાના દબાણ ખાતાની ટીમે શાકભાજીની લારીઓ સહિત શાકભાજીનો જથ્થો પણ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.
*
*ગુજરાતમાં લોકલ અને ઇન્ટરસિટી ટ્રેનો શરૃ કરવા માંગ*
સુરત, ગુજરાતમાં પણ અપડાઉન કરતા હજ્જારો પેસેન્જરો માટે લોકલ અને ઈન્ટરસીટી મળી 11 ટ્રેનો ચાલુ કરવા પશ્ચિમ રેલવે સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.કોવીડની ગાઈડલાઈનને અનુસરીને લોકલ ટ્રેનો ચાલુ કરી દેવાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ ટ્રેન સેવા શરૃ કરવાની જરૃર છે. નાના-નાના ગામડાઓથી મોટા શહેરમાં રોજીરોટી માટે અસંખ્ય પેસેન્જરો વર્ષોથી ટ્રેનો મારફત અપડાઉન કરે છે.
*
*કેવડિયામાં આદિવાસીઓ ઘરમાં જ ક્વૉરન્ટાઇન થઇ વિરોધ કરશે*
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પણ કેવડિયાના આસપાસના 14 ગામના આદિવાસીઓએ પોલીસના ડરથી ઘરમાં જ કવોરન્ટાઇન થઇને વડાપ્રધાનના કાર્યક્રમનો અનોખી રીતે વિરોધ કરવા નક્કી કર્યુ છે
*
*સુરત જિલ્લા કડોદરામાં 20 કરોડના ખર્ચે બનશે પાણીની ટાંકીઓ*
સુરત જિલ્લા બારડોલી કડોદરા નગરજનો માટે પાણીની સુવિધા માટે પાણી પુરવઠાએ 20 કરોડનો પ્રોજેકટને મંજૂરી આપતા, ટૂંક સમયમાં સુરત એસએમસીના હાઇડ્રોલિક એન્જીનિયરના દેખરેખ હેઠળ 3 ટાંકી અને 70 કિલોમીટર પાણીની લાઈનનું કામ શરૂ થશે
*
*સુરત પાલિકાના ટ્રેકટર કૌભાંડ મામલે તપાસ કરવા ફરિયાદ*
સુરતપાલિકામાં બહુ ગાજેલા ટ્રેકટર કૌભાંડમાં તપાસ કરવા દરબાર વેસ્ટ કોર્પોરેશને એસીબી અમદાવાદ અને સુરતમાં ફરિયાદ કરી છે. આ કૌભાંડમાં સ્ટેન્ડિંગ ચેરમેને સોલિડ વેસ્ટ મેનેજરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કર્યો હતો.
*
*પ્રાથમિક શાળાઓમાં વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું?*
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં કોરોનાના કારણે પરીક્ષાઓ મોકૂફ કરાઇ છે ત્યારે પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે વગર ટેન્ડરે ઉત્તરવહીઓની ખરીદી કરવાના મુદ્દે વિવાદ સર્જાયો છે.જિલ્લા પંચાયતમાં કોરોનાના કેસો પહેલાં માર્ચ મહિનામાં પરીક્ષાની તૈયારીના ભાગરૃપે ખરીદી પ્રક્રિયા કરવામાં આવી હતી