આણંદ: 23 ફેબ્રુઆરીના રોજ આણંદમાં આવેલી બંધન બેન્કમાં ત્રણ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. બેન્કમાં ઉપસ્થિત કર્મચારીઓ તેમજ ગ્રાહકોને બંધક બનાવી 88.97 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જેમા આણંદની એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં બેંક રોબેરીમાં જોડાયેલા ત્રણેય લૂંટારુઓની ધરપકડ કરી લીધી છે. સાથે જ ત્રણેય આરોપીઓ પાસેથી લૂંટની રકમ તેમજ એક રિક્ષા જપ્ત કરી છે.
કરોડોનો વ્યવહાર કરતીં બેંકમાં સિક્યોરીટી જ નથી