*ધો-10 ની પરીક્ષામાં પાલનપુરમાં વિદ્યાર્થી મોબાઈલ અને મોડાસા ડમી વિદ્યાર્થી ઝડપાયો*

બનાસકાંઠાના પાલનપુર સ્વામી નારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 10 નો વિદ્યાર્થી નરેશ પંડ્યા મોબાઈલ સાથે પરીક્ષા આપતો હતો. વિજ્ઞાનના વિષયની આપતા પરીક્ષાર્થીને સુપરવાઈઝરે ચેકિંગ દરમિયાન ઝડપ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી છે.મોડાસા ધો.10ના પરીક્ષા કેન્દ્રમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. જીનીયર્સ સ્કુલ પરીક્ષા કેન્દ્રમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. વિજ્ઞાનની પરીક્ષા આપનાર કલ્પેશ કોટવાલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ખાંટ ભરત નામના પરિક્ષાર્થીની જગ્યાએ પરીક્ષા આપનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.