*લોક ડાઉન ની પ્રજાલોજી*

અને ડચકા ખાતી ખાતી બે ત્રણ આંચકા ઓ સાથે બસ ઊભી રહી ગઈ…
બધા પેસેન્જરો એ ડ્રાઈવર ઉપર ગુસ્સો કાઢવા નું શરુ કર્યું. સરકાર આ કેવા કેવા લોકો ને ડ્રાઈવર બનાવી દે છે. બે ચાર પેસેન્જરે તો ગાળો પણ ચોપડાવી દીધી. ડ્રાઈવરે પરસેવો લૂછતાં લૂછતાં લોકો નો ગુસ્સો શાંત પાડતા કહ્યું કે, એકચૂલી બસ ની બ્રેક ફેલ થઈ ગઈ છે. અને છેલ્લા એક કિલોમીટર થી માંડ માંડ સાચવી ને ચલાવીને અહી સુધી લાવ્યો છું. અને આ જગ્યા થોડી ઠીક લાગી એટલે અહી ઉભી રાખી દીધી છે.
આ સાંભળી લોકોનો ગુસ્સો શાંત પડ્યો અને સમજવા લાગ્યા કે હાશ જીવ તો બચી ગયો. થોડી વાર રહી ને જીવ બચાવવા બદલ ડ્રાઈવર નો આભાર પણ માનવા લાગ્યા. બે ચાર લોકો એ ડ્રાઈવર સાથે સેલ્ફી ઓ પણ લીધી. એક આગેવાને તો ડ્રાઈવર નું સન્માન કરવા ની જાહેરાત પણ કરી દીધી.

થોડી વાર પછી પેસેન્જર ઓ ની (કુ) બુદ્ધિ જાગૃત થવા લાગી.
એક પેસેન્જર એ જ્ઞાન ઠાલવતા કહ્યું, કે આ ડ્રાઈવર માં અક્કલ જ નથી. બસ ને અહી સુધી લાવ્યો તો આમ ને આમ ધીરે ધીરે ચલાવી ને બસ ને ઘર સુધી જ લઈ જવાય ને.
બીજા એક પેસેન્જર મહા બુદ્ધિમાન હતો એ બોલ્યો કે હું તો ઘરે થી બાઈક લઈ ને નીકળું તો બ્રેક અને હોર્ન ચેક કરીને જ નીકળું.
ત્રીજો વધુ ઉત્સાહી હતો એ કહે કે હવે આ ડ્રાઈવર એ બસ અહી ઉભી રાખી છે તો, હવે ખાવા પીવા ની સગવડ પણ આ ડ્રાઈવર જ કરશે.
ચોથો અર્થશાસ્ત્રી જેવો પેસેન્જર બરાડ્યો કે આ બધું છોડો. મારો હિસાબ કરી દો અત્યાર સુધી પ્રવાસ ના ખર્ચ ના પૈસા બાદ કરી મારા બાકીના પૈસા પાછા આપી દો.
અને આમ બધા પેસેન્જર પોતપોતાની બુદ્ધિ પ્રમાણે બસ ડ્રાઈવર ની ખામીઓ કાઢવા લાગ્યા.
ડ્રાઈવર સાથે એનો *કંડકટર* હતો એ થોડો ઉગ્ર સ્વભાવનો..
એટલે એ અકળાઈ ને ડ્રાઈવર ને કહે આમાંથી એકે ય ને બચાવવા જેવા નથી. આટલી મહેનત કરીને અહી સુધી લાવ્યા એ જ ભૂલ છે. આ સાલાઓ તો એક્સીડન્ટ થાય એ જ લાગ ના છે.
ડ્રાઈવરે શાંત અવાજે કહ્યું, એ લોકો એમની રીતે જે ફાવે એ રીતે વિચારી શકે છે, પણ ડ્રાઈવર તરીકે મારી ફરજ લોકોને સહીસલામત રીતે સાચવી ને બસ ચલાવવા ની છે. ચાહે એ લોકો લાયક હોય કે નહી.
*થોડા માં ઘણું..*
દેશ ની વર્તમાન પરિસ્થિતિ ને પ્રજા તરફથી અર્પણ

*લોક ડાઉન ની પ્રજાલોજી*

https://m.facebook.com/story.php?story_fbid=10158192021874801&id=579714800