કચ્છ અંજાર પંથકમાં ભામીસર ની બાજુમાં આવેલ માં લોક સુનાવણી માં GPCB ના અધિકારીઓ એ માહિતી છુપાવવા પત્રકારો ને બાઇટ ન આપી ?કેમ? શું ખેડૂતો ને ગુમરાહ કરવાનોગ ઈરાદો?
GPCB ના અધીકારી ને શુ ડર છે કે મીડિયાને જવાબ નથી આપતી શું સરકાર મા જોબ કરતા અધીકારી જનતા ના નોકર જ છે તો જવાબ દેવો પડે તો GPCB ના અધીકારી કેમ ના આપ્યા ઉઠ્યા સવાલો શું સાબીત કરવા માગે છે?
આજરોજ તા;- ૧૮/૧૦/૨૦૨૨ ના ભીમાસર ની સિમ માં મેસર્સ શ્રી સલાસર ડેકોર પ્રા. લી કંપની ની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં આસપાસ ના ગામના લોકો સુનાવણી વિસે જાણ પણ કરવામાં આવતી નથી એવી લોક ચર્ચાઓ વહેવા લાગી હતી અને ફક્ત ને ફક્ત સરપંચ અને તલાટીઓને જ જાણ થયેલ હતી એવુ પણ જાણવા મળ્યુ હતુ આસપાસ ના ગામના લોકો વિસે પૂછવા આવ્યું તો કંપની ના જવાબદાર વ્યક્તિ દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમારી જવાબદારી નથી ,
આમ સ્પષ્ટ પણે એમ માની લેવાય કે કંપની અને ગામના આગેવાનો જ સુનાવણી માં આવી શકે ગામ લોકો નહીં તેમજ લોક સુનાવણી માં આસપાસ ના ગામના લોકો ને જાણ ન થતા ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી , જેમાં હાજર સંખ્યામાં કંપની ના કામદારો ને સંખ્યા બતાવવા માટે બેસાડવામાં આવ્યા હતા અને ભીમાસર ના અમુક આગેવાનો ની જ હાજરી જોવા મળી હતી, કંપની ની લોક સુનાવણી બંધ બારણે કરવાના ઈરાદા થી લોક સુનાવણી ના સ્થળ ના બેનરો કોઈ જગ્યા એ લગાવેલ જોયા ન હતા જેથી કરીને લોકો સ્થળ સુધી સરળતા થી લોકો પહોંચી શકે , શિક્ષિત લોકો ને પણ લોક સુનાવણી ના સ્થળ સુધી જવા માટે કલાક સુધી ફાંફા મારવા પડતા હોય તો અભણ લોકો ક્યાં થી સ્થળ સુધી પહોંચી શકે!
લોક સુનાવણી વધારે સંખ્યા ના આવે અને કંપની નો વિરોધ ના થાય તે ઈરાદા થી લોકો ને ગુમરાહ કરવામાં આવ્યા હતા, તેમજ સલાસર ડેકોર કંપની ની લોક સુનાવણી જે સ્થળ સર્વે ન. 705 /પેકી1, પેકી2 , પેકી 3 ઉપર થવાની હતી તેમાં સર્વે ન. 750/ પેકી 1, પેકી2 , પેકી 3 સાથે નો સર્વે નમ્બર રેવન્યુ રેકડ માં ક્યાં જોવા મળતો નથી,તે બેનર ઉપર જોવા મળ્યું જે રેવન્યુ રેકોડ પ્રમાણે વ્યક્તિ ગત ખેતીલાયક જમીન છે અને ઉદ્યોગ માટે NA થયેલ જમીન નથી એમુ પણ લોક ચર્ચાઓ સાભણવા મળ્યુ હતુ જેમાં કોઈ ની જમીનનું સર્વે ન. નું ગલત ઉપયોગ કરવો તે પણ રેવન્યુ કાયદા પ્રમાણે ગુનો બને છે એવી વાતુ ચર્ચાઓ જોર પકળ્યુ હતુ તેમજ કંપની માં કોનોકાર્પસ વૃક્ષ ના વાવેતર ના કરવા પણ રજુઆત દિનેશ રાણા દ્વારા કરવામાં આવી હતી, એમજ લોકલ રોજગારી ,હવા પ્રદુષણ માં મુદ્દે ખાસ કંપનીને ટકોર કરવામાં આવી હતી, તેમજ લોક સુનાવણી માં લોકો ની ગેરહાજરી ,લોકોના સાવલો અને તેના જવાબો વિસે અને લોક સુનાવણી માં અનેક જગ્યાએ લોકો દ્વારા GPCB ના અધિકારી પૂર્વ કચ્છના રાજેશ પરમાર ઉપર લોકો દ્વારા ભ્રષ્ટાચાર અને કંપનીના મળેલા છે, કંપની પ્રદુષણ ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી એવુ પણ લોકો દ્રારા મળ્યુ હતુ તેવા આક્ષેપો કરવામાં આવે છે તેમ છતાં GPCB ના અધિકારી ચૂપ જોવા મળે છે જાણે ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોય અને કંપની સાથે મળેલા હોય તેવું લોકો ના સવાલો પ્રમાણે લાગી રહ્યું છે, તેમજ પૂર્વ કચ્છ ની લોક સુનાવણીઓ માં પત્રકાર મિત્રો દ્વાર લોકોના આક્ષેપો અને પ્રશ્નો અને પ્રદુષણ મુદ્દે બાઈટ (ઇન્ટરવ્યૂ) આપવા માટે કહેવા આવે છે તો હાજર તમામ ન્યુઝ રિપોર્ટર ની અવગણના કરવામાં આવી છે તેવું દરેક લોક સુનાવણી માં જોવા મળ્યું છે , જાણે કે લોકો ના પ્રશ્નો ને લોકો સુધી પહોંચાડનાર અને અધિકારીઓ ની મનમાની ને લોકો સમક્ષ બતાવનાર ને પણ સામાન્ય વ્યક્તિ ગણી ને અવગણના કરવામાં આવી રહી છે , તેવું માનવ કલ્યાણ પર્યાવરણ અને સુરક્ષા મંડળ ના કચ્છ જિલ્લા મહામંત્રી ની યાદીમાં જણાવ્યું હતુ – રીપોર્ટ બાય – દિનેશ રાણા