ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો સહર્ષ આવકાર
તાલુકા વિકાસ અધિકારી ઓલપાડ તરીકે ફરજ બજાવતાં શ્રી મહેન્દ્ર બી. હાથીવાલાની ધરમપુર ખાતે બદલી થતાં તેમની જગ્યાએ શ્રી મૌલિક એમ. દોંગાએ ચાર્જ સંભાળ્યો હતો.
મદદનીશ સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર ખાતેથી ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલ શ્રી મૌલિક એમ. દોંગાનું અત્રેની તાલુકા પંચાયત કચેરી ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી આવકાર સાથે સહર્ષ સત્કાર કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે તેમને ટેલિફોનીક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.