ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨
00000
૧૫ ઓક્ટોબરે ભુજ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ
૦૦૦૦૦
ભુજ, ગુરુવાર.
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન તેમજ વ્યવસ્થા અને દેખરેખની વિવિધ પ્રકારની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માહિતગાર કર્યા હતાં
તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાનાર છે. જે અન્વયે ટાઉન હોલ ભુજ -કચ્છ ખાતે ૧૫મી ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ બેઠક દરમ્યાન કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગની જનકલ્યાણની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આપવાના થતા લાભો વધુને વધુ લાભાર્થીઓને આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ મળે તે પ્રકારે આયોજન કરવા સૂચન કર્યું હતું. પાત્રતા ધરાવતા લાભાર્થી વિવિધ યોજનાઓના લાભ વ્યવસ્થિત રીતે અને સરળતાથી મેળવી શકે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને સુચાના આપી હતી. અને જરૂરી તકેદારી રાખવા સંલગ્ન વિભાગોને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આ મેળો ટાઉન હોલ ભુજ -કચ્છ ખાતે યોજાશે. જેમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિવિધ સાધન-સહાયનો લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેષ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે,રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આસ્થાબેન સોલંકી , ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત , પ્રાંત
અધિકારી સર્વશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેમલતા પારેખ