*લખપત તાલુકાના માતાનામઢ-કોટડા (મઢ)ના કિ.મી. ૦/૭૦૦ થી ૨/૮૦૦ સુધીના ૨સ્તાને ચાર વર્ષ માટે પરિવહન માટે બંધ કરાયો*
જી.એમ.ડી.સી.એ ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. જેમાં માતાના મઢની લિગ્નાઇટ ખાણ આવે છે. જે ખાણ પર સમગ્ર ગુજરાતના ઉદ્યોગો નિર્ભર છે અને બે પાવર પ્લાન્ટને લિગ્નાઇટ સપ્લાય કરવામાં આવે છે અને ઘણી બધી રોજગારી પુરી પાડવામાં આવે છે. જેથી કચ્છ જિલ્લાના લખપત તાલુકાના માતાનામઢ- કોટડા (મઢ)ના કિ.મી. 0/૭૦0 થી ૨/૮૦૦ સુધીના નીચે લિગ્નાઇટનો ઘણો બધો જથ્થો હોવાથી તે લિગ્નાઇટ કાઢવા માટે આ ડામર રસ્તાનું કટીંગ કામ કરવુ જરૂરી છે અને તેના કાયમી વૈકલ્પિક રસ્તા તરીકે ચે. ૦/૭૦૦ થી જમણી તરફ પાકો ડામર ૨૨તો કોટડા ગામ તરફ ચે. ૨/૮૦૦ પર હયાત રસ્તાને મળે છે. જે સામાન્ય વાહન વ્યવહાર માટે તા.૨૮/૧૦/૨૦૨૨ થી ઉપયોગ કરવાનો હોઇ જેના માટે જનરલ મેનેજરશ્રી, ગુજરાત ખનિજ વિકાસ નિગમ લી., માતાના મઢ, તા.લખપત તથા કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ(પંચાયત) દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે. જેથી માતાનામઢ-કોટડા (મઢ)ના કિ.મી.૦/૭૦૦ થી ૨/૮૦૦ સુધીનો રરતો બંધ કરી તેની અવેજીમાં નીચે અનુસુચી મુજબના રસ્તા પર સામાન્ય વાહન વ્યવહારને ડાયવર્ડ કરવા હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી કે, દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના માતાનામઢ-કોટડા (મઢ)ના કિ.મી. ૦/૭૦૦ થી ૨/૮૦૦ સુધીના ૨સ્તા માટે તા.૨૮/૧૦/૨૦૨૨ થી તા.૨૭/૧૦/૨૦૨૬ એમ કુલ ચાર (૪) વર્ષના સમયગાળા માટે પ્રવેશબંધી ફરમાવવા તેમજ સામાન્ય વાહન વ્યવહારો અનુસુચિ મુજબ પ્રતિબંધિત કરવા પાત્ર રસ્તો પ્રતિબંધ થતાં અન્ય વૈકલ્પિક રસ્તામાં લખપત તાલુકાના માતાનામઢ-કોટડા (મઢ)ના કિ.મી. ૦/૭૦૦ થી ૨/૮૦૦ સુધીના ૨૨તાને પરિવહન માટે બંધ કરવામાં આવે છે. તેમજ તેના કાયમી વૈકલ્પિક રસ્તા તરીકે ચે. ૦/૭૦૦ થી જમણી તરફ પાકો ડામર રસ્તો કોટડા ગામ તરફ ચે. ૨/૮૦૦ પર હયાત રસ્તાને મળે છે જે રસ્તો સામાન્ય પરિવહન માટે ઉપયોગ કરવાનો રહેશે.