જેતપુર ના કાગવડ ખાતે “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો સરકારશ્રી ની જૂદી-જૂદી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા ગ્રામજનો
રાજકોટ, તા. ૦૧ ઓક્ટોબર – સામાન્ય માનવીની સુવિધાઓ અને સુખાકારીને કેન્દ્ર સ્થાને રાખતી રાજ્ય સરકાર પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે સરળતાથી મળી રહે તે માટે રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્યના કાગવડ ખાતે આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ જેતપુરના કાગવડ ખાતે વીરપુર, પીઠડીયા, થોરાળા, દેરડી, મોડપર, રબારીકા, કાગવડ એમ સાત ગામના લોકોને સરકારશ્રીના જુદાજુદા ૧૩ જેટલા વિભાગોના સ્થળ પર લાભ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૪૧૫ રસીકરણ, ૨૧૫ હેલ્થ વેલનેશ કાર્ડ, ૭૧ રેશનકાર્ડ સંબંધિત બાબતો, ૧૧૬ મેડીશીન સારવાર ૧૧૬ ડી વર્મિંગ, ૨૨ નવુ આધાર કાર્ડ અને અપડેટની કામગીરી, ૨૦ પશુ સારવાર, ૪ પી.એમ.જે , ૩ આવક દાખલા, ૧ સર્જીકલ સારવાર વગેરે જેવી જુદીજુદી ૫૬ જેવી કલ્યાણકારી યોજનાકીય સેવાઓનો લાભ ૧૦૭૮ લોકોને એક જ સ્થળે મળ્યો હતો.
આ તકે મામલતદારશ્રી ડી.એ.ગીનિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.