લુણવા ખાતે વેદાન્તા ગ્રુપની કમ્પની દ્વારા લેબર કોલોની નું ગટરનું દુષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવતા ગંદગી ફેલાઈ
ભચાઉ તાલુકાના લુણવા ખાતે આવેલી વેદાન્તા ગ્રુપ કંપની ના લેબર કોલોની આવેલી છે ત્યાંના ખાર કુવા અને ગટરનું દુષિત ગંદુ પાણી ટેન્કર દ્વારા ભરી ને ખુલી જમીન પર ટેન્કર ખાલી કરવામાં આવ્યો છે.ત્યારે મીડિયા તે સ્થળ પર રૂબરૂ જઈ ને તાપસ કરી ત્યારે જાણ્યું કે અહીં ચોક્કસ ગટરયુક્ત દુષિત પાણી ખુલી જમીન કે જ્યાં અનેક પશુઓ ઘાસ ચરવા જતા હોય છે તો ખાર કૂવાના ગંદા અને દુષિત પાણી યુક્ત ખાસ ખાસે તો કેટલાય માલઢોર પશુઓ મોતને ભેટશે તેનું જવાબદાર કોણ રહેશે ખરાબ ગંદુ પાણી છોડનાર વેદાંતા ગ્રુપ કંપની ના ઠેકા હેઠળ ચાલતી SRG કંપની કે અન્ય કોઈ જોવાનું હવે એ રહ્યું કે ગુજરાત પ્રદુશણ નિયત્રંણ બોડ આવી બાબતમાં સુ પગલા લેશે.અગાઉ પણ વેદાન્તા ગ્રુપમા SRG ઠેકા હેઠળ ચાલતા મજૂરો નું પગાર બાબતે પણ વિવાદ ઉઠ્યા હતા ત્યારે ફરી વાર એક વધુ પ્રદુષિત પાણી ખુલી જમીનમાં ઠાલવવા માં આવતા પશુ પક્ષીઓ અને પર્યાવરણ ને નુખસાન થશે તે સ્પષ્ટ જણાઈ આવે છે.જો યોગ્ય તાપસ કરવામાં આવે અને તંત્ર દ્વારા રોક લગાવામાં આવે તે જમીન પર્યાવરણ માટે જરૂરી છે.