ભૂલકા મેળામાં સુરત જિલ્લાનાં પી.એસ.ઈ. ઇન્સ્ટ્રકટર કૌશિકા પટેલની કૃતિ ગાંધીનગર ખાતે પસંદગી પામી.
વિભાગીય નાયબ નિયામક કચેરી, સુરત ઝોન તથા જિલ્લા પંચાયત, તાપીનાં સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળો 2022 તાપી જિલ્લાનાં આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ ભૂલકા મેળામાં સુરત ગ્રામ્ય વિસ્તારનાં ચોર્યાસી ઘટક 1 નાં કૌશિકા પટેલની કૃતિ પસંદગી પામી છે.
કૃષિ ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલનાં વરદ હસ્તે જિલ્લા પંચાયત સુરત મહિલા અને બાળ વિકાસમાં ફરજ બજાવતાં કૌશિકા પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ આ અગાઉ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ, ઓસિયાર વર્લ્ડ રેકોર્ડ દ્વારા બેસ્ટ એડ્યુકેટર એવોર્ડ અને બેસ્ટ સુપર વુમન તરીકે પણ સન્માનિત થયેલ છે.
તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરનાર કૌશિકા પટેલે ફરી એકવાર તાપી જિલ્લામાં તેમની આગવી સુઝબૂઝથી રજૂ કરેલ વેલા પર થતાં શાકભાજી અને જમીનમાં થતાં કંદમૂળનાં ટી.એલ.એમ. સુરત ગ્રામ્ય, સુરત કોર્પોરેશન, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ અને વલસાડ એમ આઠ જિલ્લામાં અગ્રેસર રહેલ છે. તેમની આ સિદ્ધિ બદલ સહકર્મચારીગણે ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતાં.