કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) ની ઓપરેશનલ તૈયારીની સમીક્ષા કરી

 

જીએનએ અમદાવાદ: એડિશનલ ડાયરેક્ટર જનરલ કે.આર. સુરેશ, પેટીએમ, ટીએમ એ 27 સપ્ટેમ્બર 2022ના રોજ ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ની ઓપરેશનલ તૈયારીઓ અને માળખાકીય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી.

 

એડિજી કે આર સુરેશ, પીટીએમ, ટીએમ એ 13 સપ્ટેમ્બર 2022 ના રોજ કોસ્ટ ગાર્ડ કમાન્ડર, વેસ્ટર્ન સીબોર્ડની બાગડોર સંભાળી. કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ સીજીએચક્યૂ, નવી દિલ્હી ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપ્સ અને કોસ્ટલ સિક્યુરિટી) હતા. ધ ફ્લેગ ઓફિસર ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે નેવલ હાયર કમાન્ડ કોર્સ પણ કર્યો છે અને ICGમાં વિવિધ મહત્વની અને પ્રતિષ્ઠિત નિમણૂંકો કરી છે.

 

એડીજી 28 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2022 દરમિયાન જખાઉ, ઓખા, વેરાવળ અને પોરબંદરની પણ મુલાકાત લેશે. એડીજી કોસ્ટ ગાર્ડ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (વેસ્ટર્ન સીબોર્ડ)ના પ્રમુખ શ્રીમતી જયંતિ સુરેશ સાથે તેમની મુલાકાત દરમિયાન આઇસીજી અધિકારીઓ, કર્મચારીઓ અને સાથે વાતચીત કરશે.