સાફલ્ય ગાથાકચ્છી મહિલાઓ દેશના વિવિધ શહેરોમાં અને વિદેશમાં ઓનલાઈન શીખવી રહી છે અપસાયકલ પ્લાસ્ટીક વણાટ કારીગરી

વેસ્ટને બેસ્ટ બનાવી કેરી બેગ તેમજ પ્લાસ્ટિકના ઝભલાં થેલીને નવા રૂપે વિવિધ ૫૦ ઉત્પાદનો બનાવી “પર્યાવરણ બચાવો” ઝુંબેશને પણ સાર્થક કરી રહી છે સખી મંડળની બહેનો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મ નિર્ભર અભિયાનને આત્મસાત કરતા કામદાર રાજીબેન બન્યા ઉદ્યોગ સાહસિકા

સરકારના માર્કેટિંગે મોટી તક આપી મહિલાઓના હુનરને માર્કેટ આપ્યું, આજે અમેરિકા લંડનમાં અમારા માલની માંગ ઉભી થઈ છે- રાજીબેન વણકર

ભુજ,શુક્રવાર‘ કુળદેવી કૃપા સખીમંડળ અમે સાત વર્ષથી ચલાવીએ છીએ તેમજ તાજેતરમાં ભુજ હાટ ખાતે અમને વેચાણ માટે વિના મૂલ્યે જગ્યા મળી તેમજ ત્રણ દિવસનું રૂ. ૬૦૦ દૈનિક ભથ્થુ આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા મળતા આવા સાથ સહકારથી અમને વધુ ગ્રાહકો મળે છે તેમજ અમારી ઓળખ વધારવામાં મદદ કરે છે. પ્લાસ્ટિકની કેરી બેગ – ઝભલાં , દુધ-છાશની થેલીઓને અમે અપસાયકલ વીવીંગ કરીને બટવા, ટ્રે, ડાયરી કવર,પર્સ, ચશ્મા કવર, થેલા, પેન પોટ , બેગ કવર,યોગામેટ એવી વિવિધ જાતની ૫૦ પ્રકારની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ તૈયાર કરીએ છીએ.

૨૦૧૦થી કામદાર તરીકે કામ કરતી હતી ત્યારે મારા ખમીરને ઓળખી “ખમીર” સંસ્થા તેમજ કારીગર ક્લિનિકના સહયોગથી હુ ૨૦૧૯થી સ્વતંત્ર અને સખી મંડળના સાથે અપ સાયકલ પ્લાસ્ટિક વીવીંગના વિવિધ ઉત્પાદનો બનાવી આજે તે શીખવવા અમે દેશના વિવિધ શહેરોમાં રૂબરૂ જઈએ તો કયારેક દેશ અને વિદેશમાં ઓનલાઈન અપસાયકલ વીવીંગ શીખવી રહયા છીએ

અપ સાયકલ પ્લાસ્ટિક વીવીંગ થી અમે કચ્છી માનુનીઓ અપસાયકલ પ્લાસ્ટીક વણાટ કારીગરીથી આજે દેશના છેવાડા અને અમેરિકા અને લંડનના બજારમાં નામ સાથે દામ કમાઈ રહયા છીએ. સરકારે કરી આપેલી માર્કેટિંગની સગવડથી મહિલાઓના હુનરને માર્કેટ મળ્યું છે જેના લીધે આજે અમેરિકા અને લંડનમાં અમારા માલની માંગ ઉભી થઈ છે એમ કહે છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાનને આત્મસાત કરતા કામદારમાંથી ઉદ્યોગ સાહસિકા બનેલા રાજીબેન

 

રાજીબેન વણકર કહે છે એમ,” કુકમા,લાખોંદ અને ભુજોડી તેમજ સગાવ્હાલાં અને આસપાસના તેમજ ઓળખીતા લોકો પાસેથી નકામા ફેંકી દેવાના શાક બકાલાના ઝભલાં થેલીઓ ૨૦ રૂ. કિલો ખરીદીએ કયારેક કોઈ વિના મૂલ્યે આપે તો એને નકામા પ્લાસ્ટિકમાંથી બનાવેલી બનાવટની ભેંટ આપીએ છીએ .

 

ચાર ગૃપમાં અમારી કામગીરી થાય છે એક ગ્રુપ થેલીઓ એકત્ર કરે, બીજા ગ્રૂપની બહેનો પ્લાસ્ટીક સ્વચ્છ કરે, તેમજ ત્રીજા ગ્રુપની બહેનો કટીંગ કરે અને ચોથા ગ્રુપની બહેનો ૧૩ મશીન પર વણાટની કામગીરી કરે છે. દરેકનું કામ પ્રમાણે વેતન નક્કી થાય . આજે ઓન લાઈન પણ અમારા માલની માંગ વધી છે.

 

કામદારમાંથી હવે ઉદ્યોગ સાહસિકા બનેલા રાજીબેન અન્ય બહેનો સાથે હજારો બહેનોને અપ સાયકલ પ્લાસ્ટિક વીવીંગના વિવિધ ઉત્પાદનો શીખવવાનું કામ પણ કરી રહ્યા છે.તેમજ આ સાથે અપ સાયકલ પ્લાસ્ટિક વીવીંગના વિવિધ વેચાણથી ૩૦ બહેનોના ઘરનું ગુજરાન પણ ચાલી રહ્યું છે. રાજ્ય અને દેશમાં સરકાર દ્વારા ચાલતા હાટ મેળાઓમાં પોતાની કલા કારીગરીથી કમાણી કરતાં રાજીબેન જણાવે છે ,’ અમારું મનોબળ વધારી સરકાર માર્કેટિંગની આવી મોટી તક આપી અમારી ઓળખ વિસ્તારી અમારા આત્મવિશ્વાસને વધારે છે .

 

૨૦૦૭માં ત્રણ બાળકોની વિધવા મા, મોટી બહેનના ગામ અને ઘરે આશ્રિત બનેલી છુટક મજુરી કરનાર મા ને આજે સન્માન સાથે આત્મનિર્ભર થવાનું બળ પુરૂ પડી રહ્યુ છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ઝુંબેશથી આત્મનિર્ભર થવાની સરકારે અનેક તકો ઉભી કરી છે હુ એના થકી અન્યોને પણ આત્મનિર્ભર થવામાં મદદ કરી રહી છું. અપ સાયકલ પ્લાસ્ટિક વીવીંગના વિવિધ વેચાણથી 30 બહેનોના ઘરનું ગુજરાન ચાલી રહ્યું છે એનો અમને આનંદ છે સાથે સખી મંડળની પ્રવૃત્તિઓ થકી પણ અમે કમાણી કરીએ છીએ” એમ ગૌરવભેર રાજી થતાં જણાવે છે રાજીબેન – હેમલતા પારેખ