પા પા પગલી યોજના-ભૂલકાં મેળો- ૨૦૨૨

 

૦૦૦૦૦

 

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભુજ ખાતે જીલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

 

૦૦૦૦૦

 

વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુની પ્રદર્શની અને બાળકોએ વિવિધ જાતની રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી

 

ભુજ,શુક્રવાર

 

 

આજ રોજ સંકલિત બાળ વિકાસ યોજના-આઈ.સી.ડી.એસ અંતર્ગત પા પા પગલી યોજના હેઠળ જીલ્લા કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષ સ્થાને તથા ચેરમેનશ્રી, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ શ્રીમતી કંકુબેન આહીર, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના સભ્યો શ્રીમતી ગંગાબેન સેંઘાણી તથા કુંવરબેન મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજગોર સમાજવાડી આર.ટી.ઓ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું .

જીલ્લા તથા ઘટક કક્ષાના પા પા પગલીના સ્ટાફ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી તેની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મહાનુભાવો અને વાલીઓ, બાળકો દ્વારા રસભેર નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત ગીત પર ખૂબ સુંદર અભિનય કરવામાં આવ્યો તથા બાળકોને વિવિધ જાતની રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દરેક બાળકોને દસદસના ગ્રુપમાં બેસાડી દરેક ગ્રુપ અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી. જેમકે પ્રાણીના ચિત્રોમાં ચિટક કામ, પક્ષીના ચિત્રોમાં રંગીન કાગળ ચીપક કામ,રંગીન કલર સામે સરખા રંગની નાની મોટી બિંદી ચીપક, ફૂલના ચિત્રોમાં ફૂલ,ડાળી,પાન ચીપક પ્રવૃત્તિ, અલગ અલગ આકારના ચિત્રોમાં આંગળીઓની છાપ, રમતો, બાળગીત, કઠપુતળીનો ખેલ વગેરે કરાવવામાં આવ્યું હતું.

જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા તેમજ આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઇરાબેને બાળકો સાથે બાળસંવાદ કર્યો હતો .

તમામ પા પા પગલી ઇન્સ્ટ્રક્ટરનું મહાનુભાવો દ્વારા તેઓ દ્વારા રચિત કૃતિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. આ ભૂલકાં મેળામાં કચ્છ જીલ્લાના આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓ તથા મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા તેમની રચિત કૃતિઓથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

તમામ ભૂલકાઓ દ્વારા ગરબીઓ શણગારવામાં આવી હતી જે ભૂલકા મેળાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યુ હતું. તમામ બાળકોને ઇનામ રૂપે લંચબોક્સ આપવામાં આવ્યા હતા તથા પુરકપોષણ મળી રહે તે હેતુથી ચીકી પણ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળ વિકાસ યોજનાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, આઈ સી ડી એસ જિલ્લા પંચાયત ટીમ, અને સમગ્ર જિલ્લાની પી એસ ઇ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા જણાવાયું છે.

 

હેમલતા પારેખ

 

00000