*મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવાર તા. રર સપ્ટેમ્બરે યોજાશે નહિ*

 

રાજ્યનાં નાગરિકો, પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બર ગુરૂવારે યોજવામાં આવશે નહિ.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો મુખ્યમંત્રીનો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુજરાત વિધાનસભાનાં સત્રની કામગીરી ગુરૂવાર તા.રર સપ્ટેમ્બરના રોજ ચાલુ હોવાથી મોકૂફ રાખવામાં આવ્યો છે…