*આઈ.ટી.આઈ ધોરાજી અને જામકંડોરણાનો પદવીદાન સમારંભ યોજાયો*


*રાજકોટ તા. ૧૭ સપ્ટેમ્બર -* ગુજરાત સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધોરાજી તથા જામકંડોરણાના સંયુક્ત ઉપક્રમે ૧૭ સપ્ટેમ્બર “વિશ્વકર્મા ડે” નિમિત્તે જુલાઈ માસમાં પાસ થયેલ આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ માટે પદવીદાન સમારંભ આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે યોજાયો હતો.


આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે અતુલ મોટર્સ રાજકોટના સી.ઈ.ઓ. શ્રી હરીશભાઈ ચંદ્રા, પટેલ એગ્રી એક્સપોર્ટ ધોરાજી ના સી.ઈ.ઓ. શ્રી રાજેશભાઈ હીરાપરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ શ્રી કે. વી. વાઘમશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.