જામનગરના શેરી ફેરિયાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતી પીએમ સ્વનિધિ લોન આશીર્વાદ સમાન બની

 

જીએનએ જામનગર: કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા તારીખ 2/7/2020 ના રોજ સરકારશ્રી દ્વારા શેરી ફેરીયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે . આ યોજના અંતર્ગત શાકભાજીનું વેચાણ કરનારા ફેરિયાઓ ,હાથલારી ચલાવનારા ફેરિયાઓ ,ફૂટપાથ પર વસ્તુનું વેચાણ કરનાર ,છાપા વેચતા ફેરિયાઓ તેમજ કોઈપણ પ્રકારની ફેરી પ્રવૃત્તિ કરી આ જીવિકા મેળવતા વર્ગ માટે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા પીએમ સ્વનિધિ નિધિ યોજના અંતર્ગત જુદી જુદી બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની અને યુસીડી વિભાગના કંટ્રોલિંગ અધિકારી શ્રી જીગ્નેશભાઈ નિર્મલની સૂચના અનુસાર જામનગરના હદ વિસ્તારમાં વસવાટ કરતા શેરી ફેરીયાઓ માટે કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 6,380 વ્યક્તિઓને જુદી જુદી બેંકો દ્વારા લોન મંજૂર કરવામાં આવી છે.

 

સરકારની આ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકા ના યુસીડી વિભાગને GULM કચેરી દ્વારા શરૂઆતમાં 3,600 લોનની અરજીઓનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો ,જેમાં અત્યાર સુધીમાં કુલ 10,615 અરજીઓ બેંકમાં મોકલી આપવામાં આવેલ છે, જેમાંથી કુલ 6,380 લોન ની અરજીઓને જુદી જુદી બેંકો દ્વારા મંજૂર કરવામાં આવી છે.

 

ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે 100 દિવસનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ₹10,000 ની નવી લોન અરજીના 2097 ના લક્ષ્યાંક ની સામે કુલ 2858 લોનની અરજીઓ જુદી જુદી બેંકો ખાતે મોકલવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ₹10,000 ની લોનની કામગીરી 136% ટકા થયેલ છે તેમ જ ₹20,000 ની લોનની 336 અરજીઓનો લક્ષ્યાંક સામે 752 લોન ની અરજીઓ જુદી જુદી બેંકોમાં મોકલી 223% કામગીરી યુસીડી વિભાગે કરી છે.

 

પીએમ સ્વનિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં ₹10,000 ની પ્રથમ લોન મેળવનાર 5362 શેરી ફેરીયાઓ પૈકી લગત બેન્કમાં તમામ હપ્તા નિયમિત ભરપાઈ કરવામાં આવનાર 1009 ફેરી ફેરીયાઓને રૂપિયા 20,000 ની સરકાર શ્રી ના નિયમ અનુસાર બીજી લોન પણ આપવામાં આવેલ છે ,અને આ લોન ભરપાઈ કરનાર કુલ 9 શેરી ફેરિયાઓને રૂપિયા 50000 ત્રીજી લોન સરકાર શ્રી ના નિયમ મુજબ લગત બેંક દ્વારા આપવામાં આવેલ છે. અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતી જુદી જુદી બેંકો દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ₹ 7,42,50,000 ની લોન સ્વરૂપે રકમ મંજૂર કરવામાં આવી છે.

 

સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 7864 ના લક્ષ્યાંક ની સામે અત્યાર સુધીમાં કુલ 6,380 લોનની અરજીઓને જુદી જુદી બેંકો દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે કુલ 81.12% પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગે કામગીરી કરેલ છે.

 

પીએમ સ્વનિધિ યોજના અન્વયે વધુમાં વધુ બેન્કો દ્વારા લોન મંજૂર કરવામાં આવે તે માટે યુસીડી વિભાગ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવે છે તેમજ બેંકો સાથે રૂબરૂ સંપર્ક પણ કરાય છે દર શુક્રવારે અને શનિવારે લોનની મંજૂરી માટે કેમ્પ પણ રાખવામાં આવે છે.

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 112 જેટલી લોનની મંજૂરીના અલગ અલગ બેંકોમાં અને ટાઉનહોલમાં કેમ્પ રાખવામાં આવ્યા છે, લીડ બેંક મેનેજર શ્રી દ્વારા ગત તારીખ 7/9/2022 ના રોજ તમામ બેન્કર્સ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ,તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી ના અધ્યક્ષ સ્થાને તા. 17/9/2022 ના રોજ જુદી જુદી બેંકો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. તથા સમયાંતરે બેંકો સાથે પીએમ સ્વનિધિયોજના અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવે છે . જે અંતર્ગત પેન્ડિંગ લોન ના કેસોનું ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી તમામ બેંકો ને સૂચના આપવામાં આવી છે.

 

આ સમગ્ર કામગીરી યુસીડી વિભાગના પ્રોજેક્ટ ઓફિસર શ્રી અશોકભાઈ જોશીના માર્ગદર્શન મુજબ PM સ્વનિધિ મેનેજર શ્રી વિપુલભાઈ વ્યાસ, શ્રી પૂનમબેન ભગત જહેમત ઉઠાવી રહ્યા છે. વધુમાં જણાવવાનું કે જે શેરી ફેરીયાઓની લોન મંજૂર નથી થઈ તો તે વ્યક્તિઓએ જામનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગમાં રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ અમૃતા ગોરેચા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું હતું.