સુરતઆરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી.

હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે. જેને પગલે મજુરા ગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક બહાર ખાતેદારોની વહેલી સવારથી પોતાના નાણાં ઉપાડવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ખાતેદારો મોડી રાત્રે બેક પર દોડી ગયા હતા. તો વ્યવસ્થા જળવાય તે માટે ખાતેદારોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે.