*📌બે સગી બહેનોની લાશ ઝાડ સાથે લટકેલી હાલતમાં મળતા હડકંપ*
🔸માતાએ લગાવ્યા ગંભીર આરોપ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના નિઘાસનમાં બુધવારે સાંજે એક ખેતરમાંથી બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. આ મામલે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો પર પોક્સો એક્ટ હેઠળ રેપ અને હત્યાની કલમો લગાડવામાં આવી છે.
