*53 હજાર મહિલા કર્મચારીઓના વધી જશે પગાર*

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે