લાયન્સ કલબ ઓફ જામનગર કિંગ અને ક્વીન દ્વારા આયોજિત મનોદીવ્યાંગ બાળકોએ જૂનાગઢની યાત્રાનો આનંદ માણ્યો
જીએનએ જામનગર: જામનગરમા ઓમ ટ્રેનીંગ સેન્ટર નામની સંસ્થા દ્વારા મનોદીવ્યાંગ બાળકો ને અલગ અલગ એક્ટિવિટી કરાવામાં આવે છે. ત્યાં અંદાજીત 40 થી 45 મનોદીવ્યાંગ બાળકો તેમની સંસ્થામા છે.
તા.11 ના રોજ લાયન્સ કલબ ઓફ જામનગર કિંગ અને ક્વીન દ્વારા આયોજિત મનોદીવ્યાંગ બાળકો ને એક પિકનિક ઉપર લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. નરેન્દ્રભાઇ ભેંસદડિયા પરિવાર ના સહયોગથી સ્પેશિયલ બસ બાંધી મનોદીવ્યાંગ બાળકો અને તેમનાં વાલીઓ ને સાથે લઈ જામનગર થી જૂનાગઢ અને તોરાણીયા ની યાત્રા કરાવામાં આવી હતી. જેમાં ટોટલ 48 જેટલા બાળકો વાલીઓ અને સાથે ક્લબ ના સભ્ય જોડાયા હતા.
યાત્રા દરમિયાન સવારનો નાસ્તો હીરીબેન , ધ્રુવીબેન સોમપુરા, મીનાબેન, પરેશભાઇ, અલકાબેન દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ જૂનાગઢ શ્રી ગોરખનાથ આશ્રમ ની મુલાકાત લઈ બપોરની ભોજન પ્રસાદી ત્યાં લીધેલ ને ત્યાં મહંતશ્રી શેરનાથ બાપુના સાનિધ્યમાં આશ્રય લઈ ત્યાંના મહેન્દ્રનાથ બાપુ દ્વારા તમામ પ્રોત્સાહન રૂપે રોકડા રૃપિયા આપવામાં આવ્યા હતા. તોરાણીયા ધામમાં બાળકોએ ચા પાણી પી ને રાસ ગરબા અને અંતાક્ષરી ની મોજ માણી હતી અને મહંતશ્રી ના આશીર્વાદ લીધા હતા.
મનોદીવ્યાંગ બાળકો ને ભોજન અને નાસ્તા પાણી તો ઘણા ખરા કરાવતા હોય છે પણ આવી રીતે શહેરની બહાર પ્રવાસમાં ભાગ્યેજ કોક લઈ ગયું હશે.
ઓમ ટ્રેનીંગ સેન્ટરના ફાઉન્ડર ડિમ્પલબેન મહેતા આ આયોજન કરનાર લાયન્સ કલબ ઓફ જામનગર કિંગ અને ક્વીન અને સહયોગી નરેન્દ્રભાઈ ભેંસદડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.