આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગાંધીધામ મધ્યે તિરંગા પદ યાત્રા અને વિશાળ સભા નું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં સૌ પ્રથમ સરદાર વલભભાઇ પટેલ ના પૂતળા થી રેલી ની શરૂઆત આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર ના સામાજિક અને શૈક્ષણિક વર્ગ ના કેબિનેટ મિનિસ્ટર રાજેન્દ્ર પાલ ગૌતમ જી અને આમ આદમી પાર્ટી ગુજરાત ના માયનોરિટી ના પ્રમુખ બેરિસ્ટર આરિફ ભાઈ અંસારી જી દ્વારા કરવામાં આવેલ હતી અને ત્યાર બાદ રેલી શહેર ની બજાર માં નીકળી ને મહારાષ્ટ્ર મંડળ મધ્યે રેલી નું સમાપન કરવામાં આવેલ હતું

આ કાર્યક્રમ માં સૌ પ્રથમ સ્વાગત પ્રવચન માલશિ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું અને ત્યાર બાદ કંચન બેન સરિયાલા દ્વારા શિક્ષણ વિશે પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના માયનોરિટી ના પ્રમુખ શ્રી બેરીસ્ટર આરિફ ભાઈ અંસારી જી દ્વારા સવિધાન દ્વારા મળેલ હક અને અધિકાર વિશે પ્રવચન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મુખ્ય અતિથિ તરીકે આવેલ દિલ્હી સરકાર ના સામાજિક અને શૈક્ષણિક વર્ગ ના કેબિનેટ મિનિસ્ટર શ્રી રાજેન્દ્ર પાલ ગૌતમ જી દ્વારા શિક્ષણ અને હેલ્થ અંગે જણાવ્યા બાદ ગુજરાત ની અંદર 27 વર્ષ થી સતા માં રહેલ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા

આ દેશ ની અંદર સરકારી સંપતિ વેચી ને ખાનગીકરણ કરવા ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ સવિધાન અને હક અધિકાર ની વાત લોકો વચ્ચે રાખી હતી અને ગુજરાત માં જો આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો જેવી રીતે દિલ્હી ની અંદર આમ આદમી પાર્ટી ની સરકાર દ્વારા શિક્ષણ અને હેલ્થ અને પબ્લિક ને મળવી જોઈએ પ્રાથમિક સુવિધા તેવીજ વ્યવસ્થા ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો વ્યવસ્થા કરવામાં આવશે અને લોકો ને ગાંધીધામ ની અંદર આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય બને તે માટે તમામ લોકો કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી

ત્યાર બાદ કાર્યક્રમ માં કાર્યકર્તા જોડો માં 500 થી વધારે લોકો માલશીભાઈ પરમાર ની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી માં જોડ્યા હતા અને ભીખા ભાઈ ખલીફા અંજાર કોંગ્રેસના દીગજ આગેવાન અને અંતરજાળ ગામ ની સરપંચ ની ચૂંટણી લડેલ મનજી ભાઈ દાફડા તેમજ અંતરજાળ ગ્રામ પંચાયત ના માજી સદસ્ય ગોપાલ સોલંકી , બહુજન ચિંતક સામજી દાફડા તેમજ તેમના તમામ 50 સમર્થકો આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઓબીસી વિગ ના જોઈન્ટ સેક્રેટરી ભરત મ્યાત્રા ના પ્રયત્ન થી આમ આદમી પાર્ટી ની નીતિ રીતી અને અરવિંદ કેજરીવાલ જી સાહેબ ની વિચાર ધારા થી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા અને કાર્યક્રમ ની આભાર વિધિ રાજુભાઈ લખાણી દ્વારા કરવામાં આવેલ હતી અને આ સમગ્ર કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે આમ આદમી પાર્ટી ના અને દિલ્હી સરકાર ના સામાજિક અને શૈક્ષણિક વર્ગ ના કેબિનેટ પ્રધાન શ્રી રાજેન્દ્ર પાલ ગૌતમ , ગુજરાત આમ આદમી પાર્ટી ના ઉપપ્રમુખ એમ એમ શેખ તેમજ ગુજરાત પ્રદેશ આપ ના માયનોરિટી ના પ્રમૂખ શ્રી બરિસ્ટર આરિફ ભાઈ અંસારી , ગુજરાત પ્રદેશ માયનોરિટી ના ઉપપ્રમુખ કે કે અંસારી જી , ગુજરાત પ્રદેશ ઓબીસી વિગ ના જોઈન્ટ સેક્રેટરી ભરત મ્યાત્રા, નિલેશ મહેતા , સતાર રાયમા , અને એ આર મકવાણા, રાજુ લખાણી, વિષ્ણું ક્રીપલાણી, તનુજા ટેવાની, રામજી ભાઈ મુછડીયા આંબાભાઇ મેરીયા દિલીપભાઈ ભટ્ટી મોમાયા ભાઈ ગોહિલ કમલેશભાઈ ધવલ રામજીભાઈગોહિલ મનજીભાઈ ગોહિલ વીરાભાઇ સોલંકી ભરતભાઈ દેડા બાબુભાઈ દાફડા હીરાભાઈ સોલંકી પ્રવીણભાઈ વાઘેલાઅમરતભાઈ પરમાર સરદાબેન પ્રેમ ભાઈ ચૌહાણ રમેશભાઈ ગોહિલ દુદાભાઈ દાફડા આણદાભાઈ સોલંકી કાંતિભાઈચૌહાણભીલ , અનવર પઠાણ , રમેશ કુદેચા, શામજી આહીર , રેખાબેન કેવલ રામાણી , રાયશી દેવરિયા , વિનોદ ભાઈ સૂંઢા , જમાલ રાઉમાં, તેમજ ગોપાલ સોલંકી, ભરત સોલંકી, પ્રજાપતિ શ્યામ , અલી સંઘાર ,રફીક સલાર ,યુસુફ પઠાણ ,ઇમરાન સલાર, સૈયદ ગુલામ મુસ્તફા ,સૈયદ અકબર શાહ, ગોવિંદ પરમાર , અયાઝ ખત્રી , તેમજ અન્ય હોદેદારો અને કાર્યકરો તેમજ વિવિધ સમાજ ના લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાર્યક્રમ ના મુખ્ય આયોજક માંલશી પરમાર દ્વારા જહેમત ઊઠવામાં આવી હતી અને સંચાલન કે કે અંસારી જી દ્વારા કરવામાં આવેલ હતું