*યસ બેંકને બચાવવા નીકળેલી SBI શું એટલી સદ્ધર છે બે વરસ ખોટ પણ ખાધી હતી*

તો દેશની ખાનગી બેંક Yes Bank ને બચાવવા સરકારી બેંક એસબીઆઇનો સહારો લેવાય તેવી શક્યતાઓ છે. આવામાં એ પણ જાણવુ જરૂરી છે કે, એસબીઆઇની હાલત કેવી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ કોઇનો હાથ પકડે તો ગમે તેવા વમળમાથી બહાર નીકળી શકાય. પણ હવે એસબીઆઇ કેટલી સક્ષમ છે તેને લઇને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ભારતીય સ્ટેટ બેંકના ર૦૧૮-૧૯ના આંકડા પર નજર કરીએ તો બેંકને ૮૬ર કરોડનો ચોખ્ખો નફો હતો. પણ એ પહેલાના બે વરસ ખોટ પણ ખાધી હતી.