અમદાવાદ ખાતે પ્રથમ વખત નવરાત્રીમાં “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું થશે આયોજન

જીએનએ અમદાવાદ: નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો કરવા અને ઉત્સાહ ભરવાના હેતુસર અમદાવાદમાં પ્રથમ વખત નવરાત્રીમાં “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનું એનાઈન્સમેંટ આજે કરવામાં આવ્યું હતું. 26 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન કેડી ફાર્મ, એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે.


આ વખતની નવરાત્રી અમદાવાદીઓ માટે સ્પેશિયલ બનવાની છે. કેમ ફોક લાયન ઓફ ગુજરાત તરીકે જાણીતા કિર્તીદાન ગઢવી વિદેશોમાં જઈને ગરબાના શો કરતા હોય છે ત્યારે આ વખતની નવરાત્રીમાં અમદાવાદમાં કેડી ફાર્મ પર રહીને ખુદ ગરબાઓ ગાઈને લોકોને ગરબાના તાલે ઝૂમવા પર મજબૂર કરી દેશે. 100થી વધુ શો યુએસએમાં તેમજ 2000થી વધુ શો વર્લ્ડ વાઈડ કિર્તીદાન ગઢવી કરી ચૂક્યા છે. ત્યારે નવરાત્રીના પ્રથમ છ દિવસ ગુજરાતના લોકલાડીલા ગાયક કિર્તીદાન ગઢવીનો આ લ્હાવો મળશે.

ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલના મુખ્ય સ્પોન્સર્સ એવા “એમઝોન વર્લ્ડ વાઈડ ઈવેન્ટ” દેવાંગ ભટ્ટ તેમજ “માલધારી કોર્પોરેશન” મિતેશ માલધારી તેમજ “યો-રમી” યોગેશ રમી છે.

છેલ્લા બે વર્ષથી કોરોનામાં નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી ત્યારે આ વખતે ખેલૈયાઓએ મનભરીને ડોલાવવાનું આયોજન આયોજકોએ પણ કરી લીધું છે. નવરાત્રીની જેટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે એટલી જ રાહ ખેલૈયાઓ અત્યારથી જ “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ”ની જોઈ રહ્યા છે.

આ પ્રસંગે ગુજરાતના ખૂબ જ જાણીતા સિંગર કિર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે, “નવરાત્રી દરમિયાન આ મોકો અમદાવાદીઓ સાથે મળી રહ્યો છે. જેને લઈને હું પણ આ વખતે ઘણો ઉત્સાહી છું અમદાવાદીઓને મનભરીને ગરબાના તાલે થીરકન કરવા માટે તૈયારીઓ કરી લીધઈ છે. ખાસ કરીને ખેલૈયાઓની ડીમાન્ડ પ્રમાણેના અને ખાસ નવરાત્રીમાં તૈયાર કરાયેલા માતાજીના ગરબાઓ ગાવામાં આવશે. અમદાવાદી ખેલૈયાઓની નવરાત્રીઓનો મીજાજ જ અલગ છે ત્યારે આ નવરાત્રીમાં મને તેમની સાથે ગાવાનો મોકો મળશે આ વાત મારા માટે ઘણી ઉત્સાહ વધારનારી છે.”

“એમઝોન વર્લ્ડ વાઈડ ઈવેન્ટ”ના ગરબાના આયોજક દેવાંગ ભટ્ટે વધુમાં કહ્યું હતું કે, “દર વર્ષે નવરાત્રીમાં અમે ગરબાના આયોજનો કરીએ છીએ પરંતુ આ વખતે ખાસ પ્રકારની નવરાત્રી યાદગાર અમદાવાદીઓ માટે રહેશે. ખૂબ જ મોટી સંખ્યામાં કેડી ફાર્મ ખાતે લોકોનો મેળાવડો જોવા મળશે. કેમ કે, અત્યારથી જ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે તૈયાર થઈ રહ્યા છે.”

આ આકર્ષકો “ધ કિર્તીદાન ગઢવી દાંડિયા ધમાલ”માં જોવા મળશે : કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ 2022 વિશાળ વિસ્તારમાં યોજાનાર છે.
ઉચ્ચ ગુણવત્તા સાથેના થીમ બેઝ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર રહેશે. જાહેર સલામતી અને સેવા માટે પૂરતી પાર્કિંગ સુવિધા અને સુરક્ષા, બાઉન્સર, સીસીટીવી કેમેરાની વ્યસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા સેલિબ્રિટીઝ, મુખ્ય મહેમાનો, લાઈવ એનાઉન્સમેન્ટ, એલઈડી, થીમ્સ, ઈવેન્ટના મુખ્ય આકર્ષણો હશે. સાંસ્કૃતિક જૂથો, વ્યવસાયિક ગરબા ગ્રુપો, પરંપરાગત ગરબા ગ્રુપ પણ રમઝટ જમાવશે. ગરબા મેદાનનું વિશાળ આયોજન અને પ્રેક્ષકો અને VIP પેવેલિયન માટે બેઠક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. આ સિવાય ઉચ્ચ-ગુણવત્તાવાળી સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ સિસ્ટમ, સ્વચ્છતા, ગ્રીન નેટ, ગ્રીન રૂમ, પબ્લિક ટોઇલેટ, વીઆઇપી એન્ટ્રી ગેટ્સ-પાર્કિંગ તથા પ્રોફેશનલ ફોટોગ્રાફી અને ઇવેન્ટની વિડિયોગ્રાફી થકી સ્થાનિક ટીવી નેટવર્ક પર લાઇવ-કવરેજ જોવા મળશે.