અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ગાયક હની સિંહ સાથે પાર્ટીમાં ડાન્સ કરતો વીડિયો કર્યો શેર

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગાયક હની સિંહ સાથે પાર્ટીમાં ડાન્સ કરી રહી છે. હાલ ઉર્વશી રૌતેલાનો આ ડાન્સ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને એકબીજા સાથે ખૂબ મસ્તી કરી રહ્યા છે. ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે, “મારી પહેલી સેક્સી સ્ટ્રેપટીઝ. કિંગ લિજેન્ડી હની સિંહે અમારા આઇકોનિક ગીત લવ ડોઝથી સ્ટેજ પર આગ લગાવી દીધી છે.”