સમગ્ર ગુજરાતમાં જામનગર ની ધારા જોષીએ સફળ શો કરનાર વ્યક્તિ ઓમા ટોપ સ્થાનપર

જામનગર ની ધારા જોષી એ ફરી એકવાર શો સ્ટોપર નું ટાઈટલ હાંસીલ કરીને જામનગરનું સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે ગુજરાત ફેશન રન વે શો માં ધારા જોષી એ શો સ્ટોપરનું ટાઈટલ મેળવ્યું આ શો જામનગર શહેરમાં ટાઉન હોલ માં યોજાયેલ હતો અને આ શો નું આયોજન ધ રોયલ ઈવેન્ટ અને હિના બ્રાઈડલ સ્ટુડિયો કરીયુઁ હતું ધારા જોષી જામનગરના હોવાથી તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ધારા જોષી મોડલિંગની શરૂઆત ૨૦૨૧ થી કરી હતી ધારા એ અભ્યાસ સાથે મોડલિંગ ના ક્ષેત્રમાં પણ તેમની રુચિ દેખાડી છે અને તેને ઘણાં બધાં ટાઈટલ હાંસલ કરીયા છે અને હાલ થોડા દિવસ પહેલા ધારા જોષી એ મિસ ઈન્ડિયા ફસ્ટ રનરઅપ નો ખિતાબ જીત્યો ધારા જોષી શ્રેય તેમના માતા પિતા અને તેમના મેમ અને સર ને આપે છે ધારા ના માતા પિતા બહુ સ્પોટૅ કરે છે તે એક સ્પોટૅ ફેમિલી માંથી આવે છે તે ખુશી ની વાત છે

તે તેમના પિતા નું મોડલ બનવાનું સપનું પૂર્ણ કરે છે ધારા કહે છે તે તેમના પિતા તેમને મોડલિંગ માં આગળ વધારી તેમનું સપનું પૂર્ણ થતું જોવે છે તે તેમના માતા પિતા નું નામ રોશન કરશે અને તેને દેશ માટે કાંઈક કરી બતાવ્યું છે બધા લોકો મોડલિંગ ફિલ્ડ ની ખોટી ઠરાવે છે પરંતુ ધારા જોષી એ બધા ની વિચાર માં બદલાવ લાવ્યો એટલા બધા ટાઈટલ જીતીને અને હાલમાં શો સ્ટોપરનું ટાઈટલ મેળવ્યું જીતી ને લોકોના વિચાર અને ભાવના માં બદલાવ લાવ્યો છે કહેવાય છે મનમાં લગન હોય તો વ્યક્તિ દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે તેવું જ જામનગર ની ધારા જોષી એ કરીને બતાવ્યું છે અને ધારા જોષી એ ઘણાં બધાં ટાઈટલ જીતીને ટીવી અભિનેત્રી અને બોલિવૂડ એક્ટ્રેસ પાસે થી જામનગરનું નામ રોશન કર્યું છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ