૩૧મી ઓક્ટોબર 2018 ના રોજ સ્ટેચ્યુના લોકાર્પણ વખતે દેશની અખંડિતતા મહત્વનું યોગદાન આપનારા 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
વડાપ્રધાને પોતાનું વચન યાદ કરાવતા રાજવી પરિવારે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રાજવી પરિવારના સમર્થનમાં ક્ષત્રિય સમાજ લાલઘૂમ
સ્ટેચ્યુ પર રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા અખિલ ગુજરાત ક્ષત્રિય સભાએ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરેથી રેલી કાઢીને રોષ વ્યક્ત કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે વિશ્વ પ્રસિદ્ધ 182 મીટરની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ કર્યું હતું ત્યારે દેશનો અખંડતા મા મહત્વનું યોગદાન આપનારા 562 રજવાડાઓનું મ્યુઝિયમ સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, ત્યારે એ દિશામાં કોઇ જ પગલાં આજદિન સુધી લેવાયા સરકાર દ્વારા લેવામાં આવ્યા ન હોય વડાપ્રધાને પોતાનું વચન યાદ કરાવતા નર્મદા કલેકટરની આજરોજ રાજપીપળાના રાજવી રઘુવીરસિંહની આગેવાનીમાં આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જે પ્રસંગે રાજપૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજપીપળામાં રાજવી પરિવારના મહારાજા રઘુવીર સિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપતા કલેકટરને જણાવ્યું હતું કે રિયા સતી રાજવી નગર સ્ટેટસ રાજપીપળાના મહારાજાએ સરદાર પટેલ સાથે મુલાકાત કરેલી ત્યારે દેશી રજવાડાઓને એક કરવામાં રાજપીપળામાં મહારાજાએ સૌપ્રથમ સહમતી દાખવેલી અને સૌપ્રથમ વિજયસિંહ મહારાજે હસ્તાક્ષરો કરેલા. આમ દેશી રજવાડાઓને એક કરવામાં રાજપીપળાના રાજાનો સિંહ ફાળો હતો, આજે જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જ્યારે બની છે, ત્યારે આ બે વર્ષ થવા છતાં સ્ટેચ્યુ પાસે 562 દેશી રજવાડાઓનુ મ્યુઝિયમ બનાવ્યું નથી, લોકાર્પણ વખતે જાહેરાત થઈ હતી, તે વચન પણ પડાયું નથી. સરકાર અને વહીવટીતંત્રને રાજવી પરિવારે આવેદન આપીને યાદ કરાવ્યું છે, ત્યારે તંત્ર રાજવી પરિવારને આપેલું વચન પાડે છે કે નહીં એ હવે જોવું રહ્યું.
તંત્રની સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું, કે બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજવીઓના વર્ચ્યુઅલ મ્યુઝિયમની જાહેરાત કર્યાને બે વર્ષના વહાણાં વીતી ગયા છતાં મ્યુઝિયમ અંગે કોઇ કાર્યવાહી થઇ નથી,આ અંગે કોઈ કામો દેખાતા નથી જે રજવાડાઓએ ભારત દેશને આપેલી પ્રોપર્ટી બાદ તેમના સમર્પણની યાદ કરવા હાઇટેક સુવિધા સજજ મ્યુઝિયમમાં બનાવવાની માંગ થઇ છે. આ પ્રસંગે મહારાજા રઘુવીરસિંહના સમર્થનમાં અખિલ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા, અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, દિલીપસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનોએ સત્વરે મ્યુઝિયમ બનાવવાની માંગ કરી છે.