પાવર લીફટિંગ ચેમ્પિયન કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ૧.૫૧ લાખ “મહામૃત્યુંજય મંત્ર” નું અનુષ્ઠાન કરાયું
જીએનએ જામનગર: પાવરલીફટિંગ ચેમ્પિયન, કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ, કૉંગ્રેસના અગ્રણી, કર્ણ- ધર્મ ફાઉન્ડેશનના ચેરમેન અને દેશ માટે બે વાર પાવરલીફટિંગ માં વર્લ્ડ-કપ અને અનેક ગોલ્ડ મેડલ જીતી જામનગર- ગુજરાત અને ભારત દેશને જેમણે સન્માન અપાવ્યું છે તેવા કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ખીમરાણા ગામમાં સ્થિત અતિ પ્રોરાણીક ખીમેશ્વર મહાદેવ મંદિર મા જ ૨૪ કલાક નિવાસ કરી ૧.૫૧ લાખ “મહામૃત્યુંજય મંત્ર” નું અનુષ્ઠાન શ્રાવણ માસ માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત દરરોજ દેવાધિદેવ મહાદેવ ને “રુદ્રાભિષેક” કરી લમ્પી વાઈરાસ મહામારી માં થી ગૌ માતા ને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી અને શ્રાવણ માસ ની અમાસ ના દિવસે “રુદ્ર-યજ્ઞ” કરવામાં આવ્યો. કર્ણદેવસિંહ પોતાના ના સુખ અને વૈભવી જીવન છોડી આ અનુષ્ઠાન શરુ કર્યું અને વાળી વિસ્તાર માં સ્થિત ખીમેશ્વર મહાદેવનું મંદિર જ્યાં કોઈપણ સુવિધાઓ ના હોઈ અને રહેવા માટે પણ એક જર્જરિત ઓરડી માં રહ્યા અને અનુષ્ઠાન પૂર્ણ કર્યું, આ તકે કર્ણદેવસિંહ એ જણાવ્યું કે આ અનુષ્ઠાન દરમ્યાન તમામ દુર્ગુણો કામ, ક્રોધ, મોહ, તમામ ઇચ્છાઓ અને મહત્વકાંક્ષા ઓ જીવન માં થી દુર થઇ ગઇ, હવે કોઈ ઈચ્છા કે મોહ રહયો નથી
જીવન નું સત્ય શું છે તે સમજાઇ ગયું છે અને અનુષ્ઠાન દરમિયાન તેમની ખુબજ પરીક્ષાઓ પણ થઈ જેમાં અનેક વાર તેમના પગ ની એકદમ નજીક સર્પ અને વીંછી જોવા મળ્યા. ખીમેશ્વર મહાદેવ મંદિર જ્યાં કોઈપણ વ્યક્તિ રાત્રી ના રહી નથી શકતું ત્યાં આવી તમામ બાધાઓ ને પાર પાડી કર્ણદેવસિંહ એ ગૌ માતા માટે અનુષ્ઠાન રૂપી તપસ્યા પૂર્ણ કરી અને અમાસ ના દિવસે “રુદ્ર યજ્ઞ” કર્યો જેમાં ખુબજ મોટી સંખ્યામાં જામનગર ના તમામ નામાંકિત લોકો, રાજકીય આગેવાનો, પત્રકારો અને હિન્દુ-મુસ્લિમ સમાજ ના લોકો જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી આ યજ્ઞ માં આહુતિ આપી અને ગૌ માતા માટે પ્રાર્થના કરી હતી. તેઓએ એ પોતાના સંકલ્પ મુજબ અનુષ્ઠાન અને યજ્ઞ પૂર્ણ કરી ત્યાં થી સીધા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ સંતશ્રી લાલબાપુ અને રાજુભગત ના આશિર્વાદ લીધા હતા..