*બનાસકાંઠાના દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે હોકીના મહાન જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.*
આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ભારતના હોકીના મહાન ખેલાડી અને જાદુગરનું બિરુદ મેળવનાર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે શાળાના મેદાનમાં રસાખેંચ અને સંગીત ખુરશી ની રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું.
વનરાજભાઈ પરમાર , ખુશાલભાઈ પરમાર જેવા સિનિયર શિક્ષક મિત્રો તથા જયેશભાઈ ચૌધરી, માનભા સોલંકી, આશીષભાઈ પટેલ, સંજયસિંહ રાઓલ અને વિશાલભાઈ ગજ્જર જેવા યુવાન શિક્ષક મિત્રોએ બાળકોમાં જોશ અને હોશ જાળવી રાખવા માટે કોચની ભૂમિકા ભજવી હતી.