ખાતર આવે છે પણ જરૂરિયાત પ્રમાણે મળતું નથી.
અન્ય કંપનીના ખાતરોનો ઉપયોગ કરવા ધારાસભ્યનું સૂચન
રાજપીપળા,તા.30
રાજપીપળા સહિત નર્મદામાં ચોમાસાની શરૂઆતથી જ ખાતરની બૂમ ઉઠવા પામી છે. ખાતર ડેપો પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતું હોવાની ફરિયાદો ધારાસભ્ય સુધી પહોંચતાં ધારાસભ્ય પીડી વસાવાને રજૂઆત કરતા નાંદોદ ધારાસભ્ય પીડી વસાવાની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ખાતર પૂરું પાડવા લેખિત રજૂઆત કરી છે.
ધારાસભ્યના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં 80 ટકા લોકો વરસાદ આધારીત ખેતી કરે છે.હાલ ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો વાવણી કરીને તૈયાર બેઠા છે.ખેતરમાં ઉગેલા પાકની વૃદ્ધિ માટે ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જ જરૂર છે. પરંતુ માર્કેટમાં યુરિયા ખાતરની મોટી અછત છે. નર્મદા જિલ્લાના સરકારી ડેપોમાં ખાતર આવતું નથી અને આવે તો જરૂરિયાત પ્રમાણે મળતું નથી. જ્યારે ખાતર આવે એટલે ખેડૂતો લેવા પડાપડી કરે છે.હાલ ખાતરની માંગ વધુ છે,ત્યારે ખાતર મળતું નથી. જેથી ધારાસભ્ય પીડી વસાવાની રજૂઆત કરતા ધારાસભ્યે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી ખાતરનો સ્ટોક પૂરો પાડવા રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાળા બજાર ન થાય માટે સરકારી ડેપોમાં જ નિમ કોટેડ યુરિયા આપે એવી પણ રજૂઆત કરી હતી.
ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ખાતરની અછત ઊભી થઈ છે.ખાતર સરકારી ડેપોમાં મળતું નથી ખેડૂતો ધક્કા ખાય છે દર વર્ષે આ સમસ્યા રહે છે. છતાં કોઇ ઉકેલ આવતો નથી.એટલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે તમામ ફર્ટીલાઇઝર કંપની ના યુરિયા ખાતર જ હોય છે.ભાવ અને ગુણવત્તા બધું સરખું હોય અને બજારમાં વધુ સ્ટોકમાં મળે એનો આગ્રહ રાખવો જેથી સરકારે તેમના એજન્ટો કાળા બજાર નહીં કરી શકે એવા સૂચનો કર્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા