અમદાવાદ ખાતે એચપીસીએલ દ્વારા પાવર 99 રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોનું આયોજન કરાયું.

જીએનએ અમદાવાદ: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અમદાવાદ રિટેલ રિજન દ્વારા ઓટો કાર ઈન્ડિયાના કોરસસ્પોન્ડન્ટસનો એચપી ઓટો કેર સેન્ટર-બોડકદેવ અમદાવાદ ખાતે પાવર 99રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોપ હતો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ વતી ડીજીએમ શ્રી સ્વપ્નિલ અત્તરદે, લોયલ્ટી-હાઈવે રિટેલિંગ – NWZ શ્રી કુમાર ઐયર, શ્રી સત્યા કાકુટે, શ્રી વૈભવ શ્રીવાસ્તવ, શ્રી આશિષ વર્મા, શ્રી રાજેન્દ્ર રંગવાણી, શ્રી સિદ્ધાર્થ ગોપે સાહેબ, ફૈઝાન સાહેબ તથા અન્ય ઓફિસરો તથા ડીલર મિત્રોમાં નિલેશ ઠક્કર કેસર પેટ્રોલિયમ , આતિરહુસૈન મન્સુરી કિસ્વા પેટ્રોલિયમ તથા અન્ય ડીલર મિત્રોએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

બાઇક ચાલકોને સન્માનિત કરાયા હતા. બાઇકર્સે HP PAY-સ્પિનિંગ વ્હીલ પર તેમના નસીબનો સ્ટ્રોક અજમાવ્યો હતો. તેઓએ પાવર 99 પર સવારી કરવાનો અનુભવ વ્યક્ત કર્યો. તેઓએ પાવર 99 કેક કટિંગ કર્યા પછી ટેન્ક ટોપ અપ કરી હતી અને તેમના આવનાર ડેસ્ટિનેશન માટે ફ્લેગ બતાવવામાં આવ્યો હતો.

 

ડીલરો મિત્રો અને પાવર 99 ગ્રાહકોએ પણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વૈભવ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું હતું