*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*
*આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે*
*રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોનો આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે*
*કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે*
*રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે*
*અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ICUફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે*
*આજે રાજ્ય મંત્રીમંડળે ર૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે*
*આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે*
*જે ર૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેની યાદી આ મુજબ છે*