52 ગજની ધજા સાથે 29 વર્ષથી નિરંતર ચાલતા સંઘનું અંબાજી પ્રયાણ

જીએનએ અમદાવાદ: માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ આશિષભાઈ શર્મા અને રાજુભાઇ પટેલ તેમજ સંકલન સમિતિના અથાગ આયોજન દ્વારા છેલ્લા 29 વર્ષથી નિરંતર 52 ગજની ધજા સાથે એકમના રોજ અંબાજી માં અંબાના દર્શને પ્રયાણ કરે છે. આજે આ સંઘ દ્વારા અંબાજી જવા આરતી અને ગરબા સાથે પ્રયાણ કરવામાં આવ્યું હતું. આશરે 130 જેટલા સભ્યો એક્સહ મળી પૂનમના રોજ પગપાળા અંબાજી પહોંચે છે અને માતાજીના સાનિધ્યમાં ધજા ચઢાવવામાં આવશે. કોરોનાનો કપરો કાળ હતો પરંતુ આ વ્યાસવાડી સંઘ દ્વારા નિરંતર 52 ગજની ધજા માં અંબાને ચઢાવવાનો ક્રમ અને પરંપરા જાળવી રાખેલ છે. લાખ્ખોની સંખ્યામાં માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના માં અંબાના દર્શને પધારશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય અંબે.