*અમદાવાદમાં ગરબા રસિકો માટે શીતલ ઠાકોરના સુરે “એક રાત્રી બીફોર નવરાત્રી”નું આયોજન કરાયું*

*અમદાવાદમાં ગરબા રસિકો માટે શીતલ ઠાકોરના સુરે “એક રાત્રી બીફોર નવરાત્રી”નું આયોજન કરાયું*

અમદાવાદ, સંજીવ રાજપૂત: નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યાં છે, અવનવા આઉટફીટ્સની ખરીદી પણ કરી રહ્યાં છે. દરેક જગ્યાએ નવરાત્રીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધે ઈવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને શનિવારના રોજ અમદાવાદમાં સેટેલાઇટ ખાતે આવેલ સાનિધ્ય પાર્ટી પ્લોટ ખાતે ગરબા કાર્નિવલ- “એક રાત્રી બીફોર નવરાત્રી”નું આયોજન કરવામાં આવ્યું હતું. સિંગર શીતલ ઠાકોરના મધુર અવાજ સાથે ઢોલીઓના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યાં હતા.

એક રાત્રી બીફોર નવરાત્રીમાં 12 જેટલાં ગરબા ક્લાસીસ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ કોઈ કોમ્પિટિશન નથી, પરંતુ તેમના ગરબાના ક્રેઝને લઈને દરેક ક્લાસીસને ભેટ સ્વરૂપે ટ્રોફી આપવામાં આવશે. પ્રિ- સેલિબ્રેશનમાં 2000 જેટલાં ખેલૈયાઓ સહભાગી થશે.

આ અંગે રાધે ઇવેંટ્સના ફાઉન્ડર શ્રી નારણ ગઢવીએ જણાવ્યું હતું કે, “રાધે ઈવેન્ટ્સ દ્વારા છેલ્લાં 3 વર્ષથી નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન શરૂ કરાયું છે. ઉપરાંત અમે ગત વર્ષથી જ પ્રિ- નવરાત્રીનું આયોજન પણ કરી રહ્યા છે.આજકાલ લોકોમાં પ્રિ- નવરાત્રીનો ટ્રેન્ડ પણ વધ્યો છે. ગરબા રસિકોને ધ્યાનમાં રાખીને અમે “રાત્રી- બીફોર નવરાત્રી”નું આયોજન કર્યું છે. આ વર્ષે ગરબાને લઈને આયોજકો ગરબા લવર્સને અવનવી સુવિધાઓ પણ આપે છે તે દરેક બાબત અમે ધ્યાનમાં રાખી છે. તેમનું સ્વાસ્થ્ય ના જોખમાય તે માટે હેલ્થકેરની પણ સુવિધા રાખવામાં આવી છે.”

 

રાધે ઇવેન્ટ દ્વારા નવરાત્રી દરમિયાનના 9 દિવસ અને દશેરા એમ 10 દિવસ માટે અમદાવાદમાં આવેલ આર. એમ. પટેલ ફાર્મ ખાતે ગરબાનું આયોજન કરાયું છે. જેમાં, ખુશ્બુ આસોડીયા, રાજલ બારોટ, જૈમિની લીમ્બાચીયા, અનિતા રાણા, ઋત્વી પંડ્યા, તારિકા જોશી, પ્રીતિ પટેલ તથા રૂપલ ડાભી જેવા ખ્યાતનામ સિંગર્સના ટાળે ગરબા લવર્સ ઝૂમશે. આ દરમિયાન 2500થી 3000 ખેલૈયાઓનો ફૂટફોલ રહેશે તેમ આયોજકે જણાવ્યું હતું. મેલ્ટીંગ બીન્સ કાફે તથા કાકા પીવીસીના સહયોગથી રાધે ઇવેન્ટ દ્વારા ગરબાનું આયોજન કરાઈ રહ્યું છે.