ખાસલેખ

 

રૂ.૩૯ કરોડના ખર્ચે નિર્મિત ડૉ. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરાશે

 

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ રાજ્યનું ગાંધીધામમાં નિર્માણ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર

 

 

ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરનો શિલાન્યાસ ૨૦૧૭માં વડાપ્રધાનશ્રીએ કર્યો હતો

સેન્ટરમાં ૧૨૦૦ વ્યક્તિની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર પણ ૫૦૦ વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા

સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં બનેલા કન્વેશન સેન્ટરનું સંકુલ જેમાં પંદર હજાર ચોરસ ફૂટમાં વાતાનુકુલિત હોલ

 

ભુજ,ગુરુવાર

 

ઔદ્યોગિક હબ બનેલા કચ્છના ગાંધીધામ શહેરને એક નવું નજરાણું મળી રહ્યું છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ હતાશ થયેલા કચ્છને બે દાયકામાં પુન: ધબકતા કરવામાં સરકાર અને સ્થાનિકોની મહેનત નોંધનીય છે. સ્થાનિકો અને પરપ્રાંતિઓથી બનેલું શહેર ગાંધીધામ મીની ભારત કહેવાય છે. જ્યાં ભારતના દરેક ખૂણામાંથી રોજીરોટી મેળવવા માટે શ્રમિકો, પરપ્રાંતિય શ્રમિકો, કામદારો અને મોટી ઔદ્યોગિક વસાહતો વસાવનારા લોકો અને કંપનીઓએ ગાંધીધામને મીની ભારત બનાવ્યું છે.

વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ કચ્છમાં ગાંધીધામ વિવિધ કંપનીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારી પુરી પાડતું શહેર જ નહીં પણ વિવિધ ભારતીય સંસ્કૃતિઓને ઉજાગર કરતું અનોખું શહેર છે. જ્યાં ભારતમાંથી વસતા અનેક પરપ્રાંતિઓની લોક સંસ્કૃતિ, સામાજિક મેળવડા અને શૈક્ષણિક તેમજ સરકારી કાર્યક્રમો અને યોજનાઓનો લાભ આપવાના કાર્યક્રમો થતા રહે છે. કોમર્શિયલ સેક્ટર તરીકે નામાંકિત ગાંધીધામમાં એક વિશાળ કન્વેન્શન સેન્ટરની જરૂરિયાતને ધ્યાને લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શહેરમાં વિશાળ સેન્ટર બનાવવાનું સપનું રજૂ કર્યું હતું .જેને સાકાર કરવામાં દિનદયાળ પોર્ટ ઓથોરિટીએ મહત્વનું યોગદાન આપ્યું અને સાકાર કર્યું ડૉ. બાબા સાહેબ આંબેડકર કન્વેસન સેન્ટર……..

 

ગાંધીધામ ખાતે આદિપુર ગાંધીધામને જોડતા ટાગોર રોડ પર સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં પથરાયેલાં સંકુલમાં ૧૨૦૦ વ્યકિતની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર ૫૦૦ વ્યકિત બેસી શકે તેવા રૂ.૩૯ કરોડના ખર્ચે દીનદયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા નિર્મિત આધુનિક સુવિધા સાથેના ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરનો શિલાન્યાસ ૨૦૧૭માં વડાપ્રધાનશ્રીએ કર્યો હતો તેનું પણ લોકાર્પણ કરાશે..ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેશન સેન્ટર બાદ રાજયનું આ બીજા નંબરનું સૌથી મોટું સંમેલન સેન્ટર બન્યું છે.

 

દીનદયાળ પોર્ટ ઓથોરિટી- ડીપીએ દ્વારા રૂ.૩૯ કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કચ્છની મુલાકાતે આવનારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. રાજયની રાજધાની ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ રાજ્યનું આ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર હશે જેનું લોકાર્પણ થશે . દેશના મુખ્ય બાર બંદરોમાં પ્રથમ ક્રમે રહેનાર કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં અગ્રણી દિનદયાળ પોર્ટ ઓથોરિટી- ડીપીએ દ્વારા નિર્માણ પામનારા આ સેન્ટરનું વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભુમિપૂજન કરાયું હતું તેમની સુચના અને સ્વપ્નાઓ મુજબ તૈયાર કરેલા આ સેન્ટરને સાકાર કરવામાં પોર્ટના અધ્યક્ષ સહિત તમામ કર્મયોગીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે. સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં બનેલા કન્વેશન સેન્ટરનું સંકુલ જેમાં પંદર હજાર ચોરસ ફુટમાં વાતાનુકુલિત હોલ છે. આગળના ભાગે સિત્તેર હજાર ચોરસ મીટરમાં ફુટલોન આવેલી છે. આ હોલમાં ૧૨૦૦ વ્યક્તિની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર પણ ૫૦૦ વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા છે.

 

ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ ગાંધીધામમાં આવેલું આ સેન્ટર રાજ્યમાં બીજા નંબરનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર બનશે. આધુનિક સુવિધાથી સજ્જ આ કેન્દ્રમાં ઈન્ડોર અને આઉટડોર ગ્રીન લેન્ડસ્કેપ સાથે પાર્ટીશન સુવિધા છે. આ સેન્ટરમાં રિસેપ્શન રૂમ, ભવ્ય કાફેટેરિયા, આધુનિક રેસ્ટોરન્ટ, વીઆઇપી રેસ્ટ રૂમ, સેન્ટ્રલી એસી હોલ, વેન્ટિલેશન, પાવર બેકઅપ, ફાયર સેફ્ટી, પીએ સિસ્ટમ, લિફ્ટ, સીસીટીવી કેમેરા, બેઝમેન્ટ પાર્કિંગ સહિતની આધુનિક ઊભી કરવામાં આવી છે. સિસ્મિકપ્રૂફ સ્ટ્રકચરના પરિમાણોથી નિર્માણ આ સેન્ટરમાં સંસ્થાઓ, શાળાઓ, ઔદ્યોગિક એકમોની બેઠકો, સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે. જેનાથી ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારના લોકોને વિશેષ સુવિધાઓ મળશે.

 

સમુદ્રથી સમૃદ્ધિ સુધીની દેશની સેવામાં સમર્પિત ડીપીએ આ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન કન્વેન્શન સેન્ટરને દેશની સેવામાં સમર્પિત કર્યું છે એમ અધ્યક્ષશ્રી એસ.કે.મહેતા જણાવે છે. તેઓ કહે છે આ ગુજરાત રાજ્યનું આ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે. જેનાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થશે. જ્યારે સંસ્થાના ઉપાધ્યક્ષશ્રી નંદી શુક્લા જણાવે છે કે, આ સેન્ટરમાં શૈક્ષણિક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી શકાશે. દિનદયાળ પોર્ટ ઓથોરિટી- ડીપીએ ના પ્રવકતા શ્રી ઓમપ્રકાશ દદલાણી જણાવે છે તેમ આ કન્વેન્સન સેન્ટર પ્રધાનમંત્રીશ્રીની પ્રજાને સૌથી મોટી ભેટ છે.

 

હેમલત્તા પારેખ