જામનગરના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન દ્વારા સરહદ પરના જવાનોને રાખડી મોકલવાના અભિયાનને મળી મોટી સફળતા,
જીએન જામનગર:- જામનગર મહાનગર પાલિકા વોર્ડ – 2 ના મહિલા કોર્પોરેટર અને ગાર્ડન – આરોગ્ય શાખાના ચેરપર્સન શ્રીમતી ડીમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી જામનગરના બહેનો, મહિલા સંસ્થાઓ પાસેથી રાખડી ભેગી કરી સરહદ પરના જવાનો ને મોકલવામાં આવે છે, આ વર્ષે પણ ડીમ્પલબેન રાવલ દ્વારા જામનગરની બહેનો, મહિલા સંસ્થાઓ, નારી શક્તિ મંડળો અને મહિલા જ્ઞાતિ મંડળોને આહવાન કરવામાં આવ્યું હતું, જેને બહેનોએ હર્ષભેર હોંશે હોંશે સ્વીકારી લીધું હતું, અને જામનગર થી 2500 રાખડી અને સંદેશાઓ જવાનો સુધી પહોંચ્યા હતા .
ટાઢ- તાપ કે વરસાદ જોયા વગર પોતાના પરિવારથી માદરે વતન થી દૂર 365 દિવસ દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફૌજી કે નામ અંતર્ગત રાખડી મોકલવાનું કાર્ય છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે આ કાર્યને જબરી સફળતા મળી હતી, અને શહેર ની વિવિધ મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત મળીને આ અભિયાનમાં 2500 રાખડી અને સંદેશાઓ મળ્યા હતા.
સરહદ પરના જવાનો ઉપરાંત આ વર્ષે જામનગરમાં પોતાના વતનથી દૂર ફરજ બજાવતા ભારતીય આર્મીનાં જવાનોને પણ કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને ભારત તીબ્બત સંઘ જામનગર જિલ્લા શહેર વિભાગની બહેનો પાયલબેન શર્મા, રિટાબેન ઝીંઝુવાડિયા, દિષિતાબેન પંડ્યા, આશાબેન કટારમલ, વર્ષાબેન, કોમલબેન, પ્રવિણાબેન, રિટાબેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, આ તકે હાલાર માજી સૈનિક મંડળના ભરતસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા આ તકે ફૌજી અફસર અને જવાનોના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી રહી હતી.
આ તકે રાખડી અભિયાનના આયોજક ડીમ્પલબેન રાવલે જણાવ્યુ હતું, કે રાખડી અભિયાનમાં રાખડી મોકલનાર બેહનોમાં પાંચ વર્ષની બાળા થી લઈને 70 વર્ષ સુધીના વયોવૃધ્ધ બહેનો સામેલ થયા હતા, તેમજ દિવ્યાંગ અને ગ્રામ્ય વિસ્તારની બહેનો એ પણ જવાનો માટેના રાખડી મોકલવાના આ અભિયાનમાં સામેલ થઈ રાખડી અને સંદેશાઓ સૈનિકોને મોકલ્યા હતા, અને દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, રાખડી મોકલનાર તમામ નારી શક્તિ સંસ્થાઓ, લેડિઝ ક્લબ, મહિલા મંડળો, દિવ્યાંગ બહેનો અને વ્યક્તિગત બહેનોનો કોર્પોરેટર ડીમ્પલબેન રાવલે આભાર વ્યક્ત કર્યો હતો.
રાખડી મોકલવાના આ અભિયાનમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ સાથે શહેર નાગરિક સરક્ષણ દળના ચીફ વોર્ડન કમલેશભાઈ પંડ્યા, સેક્ટર વોર્ડન ચેતનાબેન માણેક, તરૂલતાબેન ગોવસ્વામી, અંજનાબેન ચોવ્હાણ અને મેઘનાબેન ચોવ્હાણ જોડાયા હતા તેમજ ઇન્ડિયન લાયન્સ કલબના અલ્કાબેન વિઠલાણી, હંસાબેન,કુમુદબેન, બિંદીયાબેન , ગીતાબેન જોડાયા હતા, આ ઉપરાંત ન્યુ ડિવાઈ કલબના ગીતાબેન, અલ્કાબેન, નીશાબેન, નીતાબેન અને શહેર યોગ કોરડીનેટર પટેલ સમાજના રાજેશ્રીબેન પટેલ, ઓમ ટ્રેનીંગ સેન્ટરના ડીમ્પલબેન મેહતા, બ્રહમસમાજના મનીષાબેન ઠાકર, કિરણબેન પંડ્યા અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ની બેહનો વિગેરે મંડળ, સસ્થાઓ દ્વારા રાખડી મોકલવામાં આવી હતી
એક રાખી ફૌજી કે નામ અભિયાન હેઠળ જામનગરની બહેનોને સરહદ ઉપરથી જવાનોના લાગણીસભર ફોન પણ આવ્યા છે, અને તેઓને રાખડી મોકલવા માટે આભાર વ્યક્ત કર્યો હતો આ જ આ અભિયાનની સફળતા છે, આયોજક કોર્પોરેટર ડીમ્પલબેન રાવલે વધુમાં જણાવ્યુ હતું, કે પ્રથમ વર્ષે 550 રાખડી, બીજા વર્ષે 700 રાખડી, ત્રીજા વર્ષે 1000 રાખડી અને આ વર્ષે 2500 રખડીએ બહેનોનો ઉત્સાહ અને દેશભક્તિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, રક્ષાબંધન ના પવિત્ર તહેવાર પર દેશની રક્ષા કરતાં જવાનોને દુશ્મનો સામે રક્ષા કરવાના શુભ ઉદેશ્ય થી આ કાર્ય છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
#News #ICMNEWS #gujaratinews