અગામી ૨૪મી તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે ત્યારે સુરક્ષાને ખુબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા તેમજ તૈયારીમાં કોઇ કમી ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટેરા સ્ટેડિયમ જઈ સમીક્ષા કરી હતી. ખાસ અમેરિકાથી તેમની સુરક્ષા માટે વિવિધ પ્રકારના ઉપકરણો અને સ્ટાફ આવ્યો છે. ત્યારે કંડલાનાં બંદર પાસેથી સેટેલાઇટ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. બંદર નજીકનાં ટાપુ પરથી થુરાયા સેટેલાઇટ ફોન મળ્યો છે. હાલમાં આ અંગે ગુજરાત પોલીસ સાથે ગુપ્તચર એજન્સીઓ આ અંગેની તપાસ હાથ ધરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે બન્ને દેશો વચ્ચે થઈ રહેલી તમામ કામગીરીથી લઈને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના કંડલા બંદર નજીક આવેલા નિર્જન ટાપુ પરથી બિનવારસી સેટેલાઇટ ફોન મળતા સુરક્ષા એજન્સી એલર્ટ થઈ છે. માછીમારે ટાપુ પર એક પેકેટ જોયું જેમાંથી આ થુરાયા સેટેલાઇટ ફોન મળ્યો છે. માછીમારે સેટેલાઇટ ફોન પોલીસને સોંપ્યો છે. પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા સેટેલાઈટ ફોન દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ આ ફોન કબજે કરીને તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં સેટેલાઈટ ફોન મળતાં સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ છે. કંડલા બંદર નજીક સેટેલાઈટ ફોન લાવારીસ મળ્યો, ગુજરાતમાં કંડલા બંદર નજીક છાન નામના નિર્જન ટાપુ પર આ થુરાયા સેટેલાઈટ ફોન મલી આવ્યો છે. આ સ્ટેલાઈટ ફોન નવો અને પેકેટમાં બંધ છે. સેટેલાઈટ ફોન લાવારીસ મળ્યો ત્યારે પણ ચાલુ હાલતમાં હતો. ગુજરાતના દરિયામાં ઇબ્રાહિમ નામના માછીમારને આ સેટેલાઈટ ફોન મળ્યો છે. છાન નામના નિર્જન ટાપુ પર આ ફોન મળી આવ્યો છે. સૂત્રો અનુસાર, ગુપ્તચર એજન્સીઓને એવી પણ શંકા છે કે, કંડલા પર આવતા જહાજમાં કોઇ ક્રૂ મેમ્બરે આનો ઉપયોગ કર્યો હોય અને તેને રિચાર્જ કર્યા વગર ફેંકી દીધો હોય તેમ પણ લાગે છે. જોકે, ટ્રમ્પનાં આગમન પહેલા નાનામાં નાની વાતને પણ સુરક્ષા એજન્સીઓ ચકાસી રહી છે. આ સાથે ગુપ્તચર એજન્સીઓ તે પણ તપાસ કરી રહી છે કે આ ફોન પરથી ક્યાં ક્યાં વાત થઇ હતી. અને છેલ્લે ક્યારે રિચાર્જ કરાયું હતું. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, અન્ય એજન્સીઓની મદદથી ફોનની તપાસ કરાશે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, જે ફોન મળી આવ્યો છે તેમાં હાઇક્વોલિટી ઓડિયો જઇ શકે તેવો ફોન છે. ખાસ કરીને પ્લેનમાં બેઠા બેઠા પણ ફોન થઇ શકે છે. અને શીપ ઉપર ટ્રાવેલ કરતા હોવ તો પણ વાત કરી શકાય છે. આ રીડિયમ ફોનને સમયાતંરે રિચાર્જ કરવાનો હોય છે. જોકે, એજન્સીઓને એવો પણ શક છે કે, કંડલા પર આવતા જહાજમાં કોઇ ક્રૂ મેમ્બરે આનો ઉપયોગ કર્યો હોય અને તેને રિચાર્જ કર્યા વગર ફેંકી દીધો હોય તેમ પણ લાગે છે. જોકે, ટ્રમ્પનાં આગમન પહેલા નાનામાં નાની વાતને પણ સુરક્ષા એજન્સીઓ ચકાસી લેશે.