ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજથી રમાશે.

હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટ જીતીને વધતા ઈરાદા સાથે સીરીઝમાં પ્રવેશ કરશે, જેથી તે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા તરફ આગળ વધી શકે. ઉલ્લેખનીય એ છે કે, ભારત આજ સુધી આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી, બીજી તરફ, દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે, આ મેદાન પર આફ્રિકાએ 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે. આફ્રિકા અહીં માત્ર 2 વાર હાર્યું છે.