*અમદાવાદ ક્લિન સિટી કે કચરાં પેટી*

ગુજરાતના મેગાસિટી અમદાવાદને ક્લિન સિટી બનાવવાના ધખારાં વચ્ચે પણ અનેક વિસ્તારોમાં હજુ કચરાંના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા માટે મનપા તંત્ર નેતાઓ દ્વારા સાવરણાં પકડીને ફોટો પડાવવા આવે તેની જાણે રાહ જોઇ રહ્યું છે. પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં લાંબા સમયથી ઠલવાયેલા કચરાની બદબૂથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં છે.