*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો* 

*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો*

એબીએનએસ, વી.આર. ગોધરા:: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ નેટ/જી.સેટ/પીએચ.ડી ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી હોય, યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હોય વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ વિશેષ કાર્યક્રમમાં અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ કે જેઓ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ યુવક મહોત્સવ સ્પંદન-૨૦૨૪ માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ ,યુનિવર્સિટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી વિભાગનું નામ રોશન કરનાર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિભાગની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો તેવા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગદુકપુર પોલિટેકનિક કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો .

કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને પોતાના આર્શિવચનો પાઠવ્યા હતા તેમજ સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાનની પ્રવૃત્તિઓનું વાર્ષિક અહેવાલનું વાંચનડૉ. દિપીકાબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, યુનિવર્સિટીનાં કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.જગદીશભાઈ પટેલ, સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક કરણભાઈ ભીલેચા અને કાંકણપુર કોલેજના અધ્યાપક ડૉ. અનિલભાઈ લકુમ દ્વારા વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી અંગે વિસ્તૃતમાં માહિતી આપી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના સંયોજક તેમજ સંચાલન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક પ્રહલાદભાઈ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *