*કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો પર વોચ રાજ્યસભામાં ક્રોસ વોટિંગનો ભય*

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની હિલચાલ શરૂ કરી છે. સાથે જ ભાજપના ધારાસભ્યો પર પણ વોચ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આઈબીને કામગીરી સોંપી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં એક બેઠક માટે ભારે કશ્મકશ જામે અને ભાજપના હાથમાંથી એક બેઠક કૉંગ્રેસ છીનવી ના જાય તે માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે. તો બીજી બાજુ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, ખાસ કરીને કૉંગ્રેસમાંથી આવેલા પાછા જતા ના રહે તે માટે આવા કેટલાક ચોક્કસ ધારાસભ્યો પાછળ આઈબીની વોચ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.