*સુરત ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે*

સુરતઃ બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.