રાજકોટ: રાજકોટની ચિત્રકુટ સોસાયટીમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિત્રકુટ સોસાયટીમાં SOG પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની હતી…
SOG એ બાતમીને આધારે ચિત્રકુટ સોસાયટીમાં ધાડપાડુઓ ને પકડવા આપરેશન હાથ ધર્યું…
ફિલ્મી ઢબે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું…
સામસામા ફાયરિંગમાં SOG PSI ડી. બી. ખેર ઇજાગ્રસ્ત થયા છે…
જોકે કોઈ જાનહાનિ નથી થઈ…
સમગ્ર ઘટનામાં SOG એ 4 આરોપીઓને ઝડપ્યા છે અને 2 ફરાર છે…
તો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી…