જામનગરમાં જેએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 7 જગ્યાએ તિરંગા વેચાણ માટેના સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા


જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં 7 જગ્યાએ તિરંગા વેચાણ સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા હતા, જેમાં લાખોટા તળાવ ગેટ નંબર 1 પાસેના તિરંગા વેચાણ સ્ટોલનું મેયર બીનાબેન કોઠારીના હસ્તે વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા વેચાણ સ્ટોર ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેમાં કિં. રૂ. 35 ના દરે 1 રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે દરેક વિસ્તારમાં શહેરીજનોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તેવા આશય સાથે જામનગરના અન્ય સ્થળો પર તિરંગા વેચાણ કેન્દ્ર ની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક, DKVસર્કલ , પ્લોટ ,ચાંદી બજાર ,હવાઈ ચોક, પંપહાઉસ લાલપુર રોડ, સમર્પણ સર્કલ ખંભાળિયા બાયપાસ ખાતેથી શહેરની સંસ્થાઓ, મંડળો, શાળાઓ આજથી આ રાષ્ટ્રધ્વજ વિતરણ કેન્દ્ર પરથી તિરંગા ની ખરીદી કરી શકશે . આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી કમિશનર વિજય કુમાર ખરાડી, આસિ. કમિશનર બી. જે. પંડ્યા, ડે. મેયર તપનભાઈ પરમાર શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર એ.કે.વસ્તાણી , આસી કમિશનર બી.જે. પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની ના માર્ગદર્શન મુજબ નોડલ ઓફિસર હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી, UCD વિભાગના મેનેજર વિપુલ વ્યાસ, પૂનમ ભગત, ભાવિકાબેન, તૃપ્તિબેન, આરતીબેન અને સખીમંડળના બહેનોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.