જામનગર એરફોર્સ સ્ટેશન દ્વારા વાર્ષિક ટ્રાઇ-સર્વિસ એવિએશન મેન્ટેનન્સ કોંફરન્સ-2022નું કરાયું આયોજન.

 

જીએનએ જામનગર: એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે ચેતક/ચીતા/ચીતલ કાફલા માટે વાર્ષિક ટ્રાઇ-સર્વિસ એવિએશન મેન્ટેનન્સ કોન્ફરન્સ (ATAMC) – 2022નું આયોજન 29 જુલાઈએ કરવામાં આવ્યું હતું.

 

ATAMC ની અધ્યક્ષતા એર વાઇસ માર્શલ એન નૈનવાલ, વિશિષ્ઠ સેવા મેડલ, સિનિયર મેન્ટેનન્સ સ્ટાફ ઓફિસર (SMSO), સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. ત્રણેય સેવાઓના કર્મીઓ અને જાળવણી કરનાર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ કોન્ફરન્સમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, BSF અને HALના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

કોન્ફરન્સ દ્વારા ચેતક/ચીતા/ચીતલ કાફલાના ઓપરેટરો માટે વિવિધ ભૂપ્રદેશ અને ભૂમિકાઓમાં કાર્યરત એકમો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ જાળવણી મુદ્દાઓની ચર્ચા કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. કોન્ફરન્સ દ્વારા હેલિકોપ્ટર કાફલાના કાર્યક્ષમ નિર્વાહને સક્ષમ કરવા માટે આંતર-સેવા સહકાર, આંતર-કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ પ્રથાઓના વિનિમયને વધારવા માટે સેવા આપી હતી.