ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અનુપમ રસાયણ કંપની પાસે રોડ ઉપર બનેલ વણશોધાયેલ ખુનની કોશિશ/રાયોટીંગનો ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં વપરાયેલ મોટર સાયકલ સાથે “બે આરોપી ઝઘડીયા ખાતેથી” ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

✍️ મનિષ કંસારા

ભરૂચ: ગત તા.-૧૬/૦૭/૨૦૨૨ ના રોજ ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ આરતી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સુમન ચૌધરીના ઓ નાઇટ શીપમાં જતાં હતાં તે વખતે સાત થી આઠ અજાણ્યાં બુકાની બાંધેલા આરોપીઓએ તેઓને અનુપમ રસાયણ રોડ ઉપર રસ્તા ઉપર રોકી મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોટર સાયકલો ઉપર ખરચી ગામ તરફ ભાગી ગયેલ જે સબબ ઝઘડીયા પો.સ્ટે.માં અજાણ્યાં આરોપીઓ વિરૂદ્ધ રાયોટીંગ/મારામારીની સલંગ્ન કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ અનડીટેક્ટ ગંભીર શરીર સંબંધી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી ઉપરોક્ત ગુનાની જગ્યા તથા આસપાસનાં રૂટના સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ શોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે અજાણ્યાં આરોપીઓને આઇડેન્ટીફાય કરી, સત્વરે ગુનો શોધી કાઢવા અસરકારક અને પરીણામ લક્ષી કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે.

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. મંડોરા નાઓએ ભરૂચ એલ.સી.બી.ની ગુનો શોધી કાઢવા ટીમ બનાવી સુચનાઓ આપેલ. જે અન્વયે એલ.સી.બી.ની. ટીમ દ્વારા ગુનો શોધી કાઢવા પ્રથમ ગુનાવાળી જગ્યા વિઝિટ કરી, બનાવથી અવગત થઇ, રૂટ ઉપરના તથા આજુબાજુમાં આવેલ કંપનીઓના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી તેમજ કંપનીમાં કોન્ટ્રાકમાં નોકરી કરતા ઈસમો ઉપર નજર રાખી, તેઓની હીલચાલ ઉપર ઉંડાણપૂર્વક તપાસ કરી, વિગેરે વર્ક આઉટ શરૂ કરી, પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ગઇકાલ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે “આ ગુનામાં સતીષભાઈ વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તથા અજયભાઈ વસાવા રહેવાસી-ખારીયા ગામ તા.ઝઘડીયા નાઓ ની સંડોવાયેલ હોવાની શક્યતા છે” જે મુજબની હકીકત આધારે બે શંકમદ આરોપીને ગુનામાં ઉપયોગ થયેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે હસ્તગત કરી આરોપીની સઘન અને ઉંડાણપૂર્વકની પુછપરછ નાં અંતે બંને આરોપીઓ ભાંગી પડેલ અને જણાવેલ કે પોતે બે સહીત બીજા રાણીપુરા ગામના ૦૬ ઈસમો મળી કુલ ૮ જણાએ મોહીત કોન્ટ્રાકના સુપરવાઇઝર સુમનભાઈ ચૌધરી તેમજ અન્ય એક સાહેદને અનુપમ રસાયણ કંપની પાસે આવેલ મહુડાનાં ઝાડ પાસે માથામાં મારમારી ફેક્ચર કરી નાસી ગયેલ જે વિગેરે મુજબની ગુનો કર્યો હોવાની કબુલાત આપતા પકડાયેલ બંને આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી તથા અન્ય ૦૬ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ અર્થે ઝઘડીયા પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે. અને વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

 

પકડાયેલ આરોપી: (૧) સતીષભાઈ હરેશભાઈ વસાવા ઉં.વ.૨૨ રહે.પીપળા ફળીયું રાણીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચ ( ર ) અજયભાઈ શનાભાઈ વસાવા ઉં.વ.૨૨ રહે.ખારીયા ગામ તા.ઝઘડીયા જિ.ભરૂચ.

 

વોન્ટેડ આરોપીઓ: (૧) સુનીલભાઈ રાજેન્દ્રભાઈ વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તા.ઝઘડીયા જિ.ભરૂચ (૨) મિલન શશીકાંન્ત વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તા.ઝઘડીયા જિ.ભરૂચ (૩) સોમાભાઈ દાદુભાઈ વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તા.ઝઘડીયા જિ.ભરૂચ (૪) સુખદેવ દિનેશભાઈ વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તા. ઝઘડીયા જિ.ભરૂચ (૫) જીગ્નેશભાઈ જયંતિભાઈ વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તા. ઝઘડીયા જિ. ભરૂચ (૬) નૈનેશભાઈ મુકેશભાઈ વસાવા રહેવાસી-રાણીપુરા ગામ તા.ઝઘડીયા જિ.ભરૂચ.

 

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ: એક હિરો સ્પ્લેન્ડર મો.સા. જેનો રજી. નંબર GJ-16-DF-2527 જેની કિં.રૂ. ૩૦,૦૦૦/-

 

ગુનાનું કારણ: આ કામે પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ આરતી કંપનીમાં મોહીત કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હોય અને આ કામે ફરીયાદી તથા સાહેદ મોહીત કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર હોય જેથી તેઓ કોઇના કોઇ બહાને આરોપીઓને નોકરીમાં હેરાન કરતા હોવાનો શક રાખી આરોપીઓ તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ પોતાનો ઇરાદો પુરો પાડવા સારૂ ભેગા થઈ સુપરવાઇઝર તથા સાહેદ નાઓ નાઇટ શીપમાં નોકરી પર જતા તે વખતે અનુપમ રસાયણ કંપની પાસે આવેલ મહુડાનાં ઝાડ પાસે માથામાં જીવલેણ તથા ફરીયાદીને ફેક્ચર કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાયેલ છે.

 

આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ: પકડાયેલા આરોપીઓ પૈકી સતિષ વસાવા, સુનિલ વસાવા, મિલન વસાવા તથા નૈનેશ વસાવા અગાઉ સને ૨૦૨૦ માં ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ લેનસેક્ષ કંપનીમાં કેટાલિસ્ટ પાવડર ની (ઘરફોડ) ચોરીમાં પકડાયેલ છે.

 

શોધી કાઢવામાં આવેલ ગુનાની વિગત: ઝઘડીયા પો.સ્ટે. ગુ.ર.નંબર- પાર્ટ-એ ૧૧૧૯૯૦૨૮૨૨૦૭૪૯/૨૦૨૨ ઇ.પી.કો.ક-૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૫૨,૩૨૩,૩૨૬ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીનાં નામ પો.સ.ઇ. જે. બી. જાદવ, પો.સ.ઇ. એન. જી. પાંચાણી તથા હે.કો. પરેશભાઈ, હે.કો. જયરાજભાઈ, હે.કો. જોગેન્દ્રદાન તથા પો.કો. કિશોરસિંહ, પો.કો. મેહુલભાઈ, પો.કો. દિપકભાઈ, પો.કો. મયુરભાઈ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ છે.