છેલ્લા 10 વર્ષથી મહાદેવને હાલારી પાઘ અર્પણ કરી જામનગર-સોમનાથનો અનેરો સંબંધ સાચવતો જાડેજા પરિવાર.

જીએનએ જામનગર: જામનગર અને સોમનાથનો અનેરો સબંધ રહેલો છે. સોમનાથના જિણોધારમાં જામસાહેબ દિગ્વિજય સિંહજી નું ખૂબ યોગદાન રહેલું છે. આજે પણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારને દિગ્વિજય દ્વાર નામ આપવામાં આવ્યું છે..જામનગરનો પૃથ્વી ટ્રાવેલ્સના વિક્રમસિંહ જાડેજા પરિવાર છેલ્લા 10 વર્ષથી જામનગર અને સોમનાથનો સબંધ અનોખી રીતે જાળવી રહ્યા છે…

શ્રાવણના પહેલા સોમવારે જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને છેલ્લા 10 વર્ષથી ભવ્ય હાલારી પાઘ અર્પણ કરાય છે.

 

વર્ષોથી જામનગરનો જાડેજા પરિવાર સોમનાથના સ્વર્ગીય ટ્રસ્ટી દિગ્વિજયસિંહ જામની સ્મૃતિમાં અર્પણ કરે છે હાલારી પાઘ. આ વર્ષે ગૌમાતા લંપી સ્કિન ડીસીસ માંથી મુક્ત થાય તેવી મુખ્ય પ્રાર્થના સાથે જાડેજા પરિવારે સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી.